જેઠ મહિનાના શુકલ પક્ષની એકાદશી તિથીને નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તેવું માનવામાં આવે છે કે, આ વ્રત રાખવાથી વર્ષની બધી જ એકાદશીનું પૂણ્યફળ મળે છે. આ દિવસે અન્ન અને પાણી લીધા વગર ઉપવાસ કરવાનો ખાસ નિયમ છે. તેથી તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે.

સનાતન ધર્મમાં નિર્જળા એકાદશીને પવિત્ર એકાદશી માનવામાં આવે છે. નિર્જળા એકાદશીનું બીજું નામ ભીમ સેની એકાદશી છે. કારણ કે ભીમે પણ આ વ્રત રાખ્યું હતું. હિન્દુ કેલેન્ડર મુજબ જેઠ મહિનાના શુકલ પક્ષની એકાદશી તિથીને નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી વર્ષની બધી એકાદશીઓનું પૂણ્ય ફળ છે. આ દિવસે અન્ન અને પાણી લીધા વિના ઉપવાસ કરવાનો એક ખાસ નિયમ છે. તેથી તેને નિર્જળા કહેવામાં આવે છે. નિર્જળા એકાદશી વિશે ભીમ સાથે જોડાયેલી એક પ્રખ્યાત વાર્તા પણ છે. આ એકાદશીનું નામ ભીમસેની એકાદશી કેમ રાખવામાં આવ્યું ? ચાલો જાણીએ….
પદમ પુરાણના ઉતરાખંડમાં આ કથા છે જે અનુસાર એક વાર પાંડવોએ મહર્ષિ વેદ વ્યાસને પૂછયુ કે, એકાદશીનું ‘વ્રત કેવી રીતે રાખવું અને તેના ફાયદા શું છે ? ત્યારે વ્યાસજી એ કહ્યું કે, વર્ષમાં 24 એકાદશી હોય છે…. અને બધી એકાદશીઓનું વિશેષ મહત્વ હોય છે. દરેક વ્રત રાખવાથી પાપનો નાશ અને પૂણ્ય પ્રાપ્ત થાય છે. જે સાંભળીને ભીમ સેને પોતાની ચિંત વ્યકત કરતા કહ્યું કે, હું ખૂબ બળવાન છું પણ મારા માટે ભોજન વિના રહેવું અશકય છે. હું બધા નિયમોનું પાલન કરી શકું છું પણ ઉપવાસ કરી શકતો નથી. શું કોઇ એવો ઉપાય છે જેના દ્વારા હું આ એક જ દિવસે ઉપવાસ કરી શકું અને વર્ષની બધી એકાદશીઓનું ફળ મેળીવ શકું ? પછી મહર્ષિ વેદ વ્યાસે કહ્યું હે ભીમ તમારા માટે એક જ ઉપાય છે કે તમે જેઠ મહિનાના શુકલ પક્ષની એકાદશીનું ઉપવાસ કરો જેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે અન્ન અને પાણીનો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુની પુજા કરવાથી તમને વર્ષની બધી એકાદશીઓનું પૂણ્ય મળે છે. આ વ્રત ભીમે કર્યુ અને ભગવાન વિષ્ણુની કૃપાથી ભીમને અક્ષય પૂણ્ય અને મોક્ષ પ્રાપ્ત થયો.
આ વ્રત રાખવાથી અનેક જન્મના પાપોથી મુકિત મળે છે અને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે.