Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરVideo : વિવાદનો અંત : દરેડ પાસે નહેર પર બનાવાયેલું બોક્સ અરજદારે...

Video : વિવાદનો અંત : દરેડ પાસે નહેર પર બનાવાયેલું બોક્સ અરજદારે જાતે દૂર કર્યું

કેનાલ પર ત્રણ ફૂટની જાડાઈવાળું બ્લોક માત્ર અરજદાર જ નહીં 300 પરિવારોના સાર્વજનિક ઉપયોગ માટે બનાવ્યું : કમિશનરના આદેશથી ગાગીયા બિલ્ડરે પોતે જ બાંધકામ દૂર કરાવ્યું

- Advertisement -

દરેડ પાસે કેનાલ પર પોતાના ઉપરાંત 300 જેટલા પરિવારોના સાર્વજનિક ઉપયોગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ બોક્સને અર્થાત નાનકડા પુલિયાનું ખુદ બિલ્ડરે જાતે જ બાંધકામ દૂર કર્યું છે અને મ્યુ. કમિશનરના આદેશનું પાલન કર્યું છે અત્રે નોંધનીય છે કે આ જે બોક્સ બનાવવામાં આવ્યું હતું તે કેનાલ પર બનેલા અત્યાર સુધીના તમામ નાના પુલ્યાઓમાં સૌથી મજબૂત હતું પરંતુ વિવાદ થવાના કારણે નાછૂટકે બાંધકામ દૂર કરવાની ફરજ પડી છે. જેની અસર અન્ય 300 પરિવારો ઉપર પણ પડશે એવું દેખાય છે.

- Advertisement -

દરેડ પાસે કેનાલ પર અરજદાર ગાગીયા એન્ડ સન્સ દ્વારા પોતાના ઉપયોગ તથા લોકોની ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને બોક્સ બનાવવામાં આવ્યું હતું. આ બોક્સ ત્રણ ફૂટની જાડાઈનું હતું. જેથી કરીને વરસાદમાં કે અન્ય કોઈ સમયે અકસ્માતનો કોઈ ખતરો રહે નહીં.

- Advertisement -

દરેડ પાસે અરજદાર દ્વારા કેનાલ પર બોક્સ બનાવવા સમયે એ બાબતની પૂરતી તકેદારી રાખી હતી કે, બાંધકામ જરાપણ નબળું થાય નહીં જેથી કરીને ભવિષ્યમાં કોઈ દુર્ઘટનાનો ખતરો રહે નહીં.

અત્રે નોંધનીય બાબત એ છે કે અરજદારે પોતાની જગ્યા અર્થાત જમીન પર અવર-જવર કરવા માટે આ પુલિયુ એટલે કે બોક્સ બનાવ્યું તો હતું પરંતુ કેનાલની સામે પાર રહેતા અંદાજે 300 જેટલા પરિવારોને તેનો ઉપયોગ કરવાની અનુમતિ આપી હતી એટલા માટે આ બોક્સ સાર્વજનિક ઉપયોગ માટે બનાવવામાં આવ્યું હોવાનો અરજદારનો ઇરાદો સ્પષ્ટ થાય છે

- Advertisement -

બીજી એ બાબત પણ નોંધપાત્ર છે કે, કેનાલ પર ઘણા બધા નાના પુલિયા એટલે કે બોક્સ બનાવવામાં આવ્યા છે, એમની મંજૂરી લેવામાં આવી છે કે કેમ એ બાબત તો સ્પષ્ટ નથી પરંતુ આ બાંધકામ અરજદારના પૂલિયા કરતા ઘણા નબળા છે. કેનાલ પર બનેલા અન્ય પુલીયાઓને લઈને તો અત્યાર સુધી કોઈ પ્રશ્ર્ન ઉઠ્યા ન હતા, પરંતુ ગાગીયા બ્રધર્સ દ્વારા બનાવવામાં આવેલા બોક્સને લઈને નીત-નવી રજૂઆતો અને ચોક્કસ ઈરાદા સાથેના વિરોધ કરવામાં આવ્યા પછી મ્યુ. કમિશનર દ્વારા અરજદાર સાથે ચર્ચા કરવામાં આવી હતી. અન્ય અધિકારીઓએ પણ અરજદાર સાથે ચર્ચા કરી હતી. જેના અંતે અરજદારે ખૂદે જાતે નિર્ણય લઈને પોતાનું મજબૂત બાંધકામ તોડી પાડ્યું છે અને આ સાથે ઉઠાવવામાં આવેલા સવાલોનો અંત આવી ગયો છે.

આ સમગ્ર પ્રકરણમાં કેટલીક ચોકાવનારી બાબતો પણ સપાટી પર કદાચ આવે કારણ કે, કેનાલ બીજા બધા બોક્સને છોડીને માત્ર અરજદાર દ્વારા બનાવવામાં આવેલા બોક્સને જ ટાર્ગેટ બનાવીને વિરોધ કરવાનો દેખાડો કરનારા કેટલાક ચોક્કસ તત્વોએ અરજદાર પાસે વિરોધ નહીં કરવા સેટલમેન્ટની વાત કરી હોવાનું પણ વ્યાપકપણે ચર્ચાઈ રહ્યું છે.
ટૂંકમાં એક વાત સ્પષ્ટ થઈ છે કે, જે કોઈ લોકો કેનાલ પરના મજબૂત બાંધકામનો અને એ પણ સાર્વજનિક ઉપયોગના બાંધકામનો વિરોધ કરી રહ્યા હતા એમના હૃદયમાં લોકહિત કરતાં અંગત હિત વધુ હોવાનું પણ સમજી શકાય એવું કાંઈક થયું હોય તેમ જણાઇ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular