Friday, April 19, 2024
Homeરાજ્યહાલારપિતાના ઠપકાનું લાગી આવતા પુત્રએ ટ્રેન હેઠળ ઝંપલાવ્યું

પિતાના ઠપકાનું લાગી આવતા પુત્રએ ટ્રેન હેઠળ ઝંપલાવ્યું

કામ ન કરવા બાબતે ઠપકાનું લાગી આવતા જિંદગી ટૂંકાવી : જામજોધપુર નજીક ટ્રેન હેઠળ કપાઈ જતાં યુવકનું મોત : પોલીસ દ્વારા કાર્યવાહી 

- Advertisement -
જામજોધપુર નજીક  નદીના પુલ પાસે રેલવે ટ્રેક પર બેકારી સંદર્ભે પિતાના ઠપકાનું લાગી આવતા યુવાન પુત્રએ ટે્રન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો.
બનાવ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં રહેતાં અને ખેતમજૂરી કામ કરતા કિશન મુછાર (ઉ.વ.23) નામનો યુવાન હાલમાં કોઇ કામ ધંધો કરતો ન હોવાથી પિતાએ કામ ન કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું મનમાં લાગી આવતા શુક્રવારે વહેલીસવારના સમયે જામજોધપુર નજીક આવેલી નદીના પુલ પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા પીએસઆઇ એમ.જી.વસાવા તથા સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવી કરણાભાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular