Tuesday, June 16, 2026
Homeરાજ્યહાલારનજીવી બાબતે વૃદ્ધ ઉપર દંપતિ દ્વારા જીવલેણ હુમલો

નજીવી બાબતે વૃદ્ધ ઉપર દંપતિ દ્વારા જીવલેણ હુમલો

નાળિયેરીના પાંદડા સાઇડમાં મૂકવાનું કહેતા મામલો મેદાને : દંપતિએ ગાળો કાઢી કૂહાડા વડે જીવલેણ હુમલો કર્યો : ઇજાગ્રસ્ત વૃદ્ધ હોસ્પિટલ ખસેડાયા : પોલીસે ફરિયાદના આધારે હાથ ધરી કાર્યવાહી

જોડિયા ગામના સીમ વિસ્તારમાં આવેલા રસ્તામાં નાળિયેરીના તાડછા (પાંદડા) સાઇડમાં મૂકતાં ઉશ્કેરાયેલા દંપતિએ જેમ ફાવે તેમ ગાળો કાઢી કૂહાડા વડે જીવલેણ હુમલો કરી લાકડી વડે માર માર્યાના બનાવમાં પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે દંપતિ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જોડિયા ગામના પાટીવાડી સીમ વિસ્તારમાં નિલેશ હંસરાજ કુંડારિયા નામના શખ્સે તેની વાડીના નાળિયેરીના તાડછા નરભેરામભાઇની વાડીના રસ્તામાં પડેલ હોય જે પાંદડા રસ્તાની એકબાજુ મુકયા હતાં. જેથી ઉશ્રકેરાયેલા નિલેશ હંસરાજ કુંડારિયા અને તેની પત્નીએ નરભેરામભાઇ પ્રેમજીભાઇ ખીમાણી નામના વૃદ્ધને જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી કૂહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ નિલેશની પત્નીએ લાકડી વડે આડેધડ માર મારી ઇજા પહોંચાડી હતી. દંપતિ દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા નરભેરામભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ઇજાગ્રસ્તના પત્ની દ્વારા જાણ કરાતા પીઆઇ પી. એન. ખાચર તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ દંપતિ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular