Thursday, July 30, 2026
Homeરાજ્યહાલારહોટલના રૂમમાં રમાતા જુગાર સ્થળે પોલીસ ત્રાટકી

હોટલના રૂમમાં રમાતા જુગાર સ્થળે પોલીસ ત્રાટકી

જામજોધપુર તાલુકાના વસંતપુર ગામના પાટિયા પાસે આવેલી હોટલના રૂમમાં તીનપતીનો જુગાર રમતા સાત શખ્સોને સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન રૂા. 1,93,500ની રોકડ અને કાર તથા મોબાઇલ મળી કુલ રૂા. 12,48,500ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામજોધપુર નજીક વસંતપુરના પાટિયા પાસે આવેલ એક હોટલના રૂમ નંબર 207માં જુગાર રમાતો હોવાની એએસઆઇ સુરેશભાઇ પરમાર, પો.કો. વલ્લભભાઇ ભાટુ, કૌશિકભાઇ કાંબરિયાને મળેલી સંયુક્ત બાતમીના આધાર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ઇન્ચાર્જ પીઆઇ એમ. એલ. ઓડેદરા, એએસઆઇ સુરેશભાઇ પરમાર, હે.કો. આર. કે. કંડોરિયા, પો.કો. કૌશિકભાઇ કાંબરિયા, વલ્લભભાઇ ભાટુ, સામતભાઇ ચંદ્રાવડિયા, પ્રકાશભાઇ ભાટિયા, દેવજીભાઇ સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન રૂમમાં તીનપત્તીનો જુગાર રમતા કેતન જમન માકડિયા, દીપક જેન્તી ભોજાણી, કિરણ ઉર્ફે કારિયો મનસુખ માકડિયા, બિપીન વિઠ્ઠલ દલસાણિયા, કેતન જેન્તી કાલરિયા, હિરેન જમન માકડિયા, દિનેશ શાંતિ કનેરિયા નામના સાત શખ્સોને ઝડપી લીધા હતા.
સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન પકડાયેલા સાત શખ્સો પાસેથી રૂા. 1,93,500ની રોકડ, ગંજીપના અને રૂા. 55 હજારની કિંમતના સાત મોબાઇલ ફોન તથા રૂા. 10 લાખની કિંમતની બે કાર મળી કુલ રૂા. 12,48,500નો મુદ્ામાલ ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular