Tuesday, October 8, 2024
Homeરાજ્યરાજકોટમાં ચૂંટણીટાણે, હરિયાણાના શરાબનો જથ્થો ઝડપાયો

રાજકોટમાં ચૂંટણીટાણે, હરિયાણાના શરાબનો જથ્થો ઝડપાયો

- Advertisement -

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા જ લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મોરબી રોડ નજીક માર્કેટિંગ યાર્ડની આસપાસ જઘૠ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમીના આધારે ત્યાંથી પસાર થતી ફોચ્ર્યુનર કારને આંતરી હતી. કારની અંદર તપાસ કરતા વિદેશી દારૂની 240 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે કારના ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

- Advertisement -

પોલીસે જીજે-11એસ-9161 નંબરની ફોર્ચ્યુનર કારમાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. કારની અંદરથી મેકડોવેલ્સ કંપનીની 750 એમએલની 1, સુપીરીયર વ્હિસ્કી ઓરીજીનલ ફોર સેલ હરિયાણા ઓન્લી અંગ્રેજીમાં લખેલી 240 બોટલ મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિમત 96 હજાર થાય છે. પોલીસે દારૂનો જથ્થો અને ફોર્ચ્યુનર કાર સહિત 5,96,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ગોંડલ રોડ, નુરાનીપરામાં વિદેશી દારૂ ભરેલું વાહન ઊભું હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઇ એચ.બી.ધાંધલ્યા સહિતના કાફલાએ મંગળવારે વહેલી સવારે દરોડો પાડ્યો હતો. સવારના સમયે ધુમ્મસ હોવાને કારણે પોલીસ કાફલાને જોઇ ચાલક તકનો લાભ લઇ નાસી ગયો હતો. બાદમાં પોલીસે જૂનાગઢ પાસિંગની બોલેરોમાં તપાસ કરતા પાછળના ભાગે મગફળીના ભૂસા ભરેલા બાચકા જોવા મળ્યા હતા. વિદેશી દારૂની માહિતી ચોક્કસ હોય ભૂસાના બાચકા ખસેડતા નીચેથી વિદેશી દારૂની બોટલો ભરેલા બોક્સ મળી આવ્યા હતા. બોક્સમાં તપાસ કરતા વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 673 બોટલ મળી આવી હતી.

- Advertisement -

પોલીસે 2.83 લાખનો દારૂ તેમજ સાડા ત્રણ લાખની બોલેરો મળી કુલ રૂ.6.33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. નાસી ગયેલા ચાલકને પકડવા તેમજ વિદેશી દારૂનો જથ્થો કોણે મગાવ્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે આવેલા કૈલાસધારા પાર્ક સોસાયટી-1માં રહેતા મયંક ભરતભાઇ જોષી નામના શખ્સના ઘરે વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતીના આધારે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ડ્રાઇવિંગ કામ કરતા મયંક જોષીને તેના ઘરેથી સેલ ઇન હરિયાણા અને દિલ્હી લખેલી વિદેશી દારૂની કુલ 24 બોટલ સાથે પકડી પાડ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular