Monday, October 7, 2024
Homeરાજ્યમોરબીમાંથી ઝડપાયેલ 600 કરોડનું ડ્રગ્સ પ્રથમ સલાયામાં ઉતારવામાં આવ્યું, ડીજીપીએ કર્યા મોટા...

મોરબીમાંથી ઝડપાયેલ 600 કરોડનું ડ્રગ્સ પ્રથમ સલાયામાં ઉતારવામાં આવ્યું, ડીજીપીએ કર્યા મોટા ખુલાસાઓ

ગુજરાતમાં ડ્રગ્સ પહોચાડવાનું કાવતરું UAEમાં ઘડાયું : આશિષ ભાટિયા

- Advertisement -

ભારતમાં ડ્રગ્સ ઘુસાડવામાં ગુજરાતનો દરિયાકિનારો હેરાફેરીનું કેન્દ્ર બન્યું છે. હજુ થોડા દિવસ પહેલા જ દ્વારકામાંથી દરિયાઈ માર્ગે 315 કરોડનું ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યું હતું. અને આજે રોજ મોરબીના ઝીંઝુડા માંથી 120 કિલો હેરોઈન સાથે ત્રણ શખ્સો ઝડપાયા છે. આ ડ્રગ્સની કિંમત અંદાજે 600 કરોડ જેટલી છે.

- Advertisement -

ગુજરાતમાં ડ્રગ્સ પહોચાડવાનું કાવતરું UAEમાં ઘડાયું : ડીજીપી આશિષ ભાટિયા

ડીજીપી આશિષ ભાટિયાએ ડ્રગ્સ મામલે જણાવ્યું છે કે ગુજરાતમાં ડ્રગ્સ પહોચાડવાનું કાવતરું UAEમાં ઘડવામાં આવ્યું હતું. ઘરમાં દરોડા પાડી 120 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.આ અંગે મોરબીના ઝીંઝુડામાં ATS અને SOGએ રાત્રીના સમયે દરોડો પાડતા 2 મકાનમાં તપાસ 120 કિલો હેરોઇન ઝડપાયું છે જેની કિંમત 600 કરોડ આસપાસ થાય છે.

- Advertisement -

ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું છે કે અત્યાર સુધી ત્રણ આરોપીઓ શમશુદ્દીન પીરઝાદા, ગુલામ હુસૈન, મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બારની ધરપકડ કરી લેવામાં આવી છે. હજુ બે આરોપી વોન્ટેડ છે.ડ્રગ્સ ઘુસાડવાનો મુખ્ય આરોપી ભેજાબાજ પાકિસ્તાનનો ઝહિર બલોચ છે. ઓક્ટોબર 2021માં ગુજરાતમાં ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું. ડ્રગ્સ પહેલા આફ્રિકા મોકલવાનું હતું પરંતુ બાદમાં ગુજરાત મોકલવામાં આવ્યું હતું. ગુલામ અને જબ્બાર બન્ને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. 

120 કિલો હેરોઇન જેની કિંમત 600 કરોડ થાય છે તે પહેલા સલાયામાં ઉતાર્યા બાદ મોરબી લવાયું હતું. ગુજરાતના દરિયાકિનારે આવેલ તમામ ડ્રગ્સનો જથ્થો હાલમાં જપ્ત કરી લેવામાં આવ્યો છે. ડીજીપીએ જણાવ્યુકે ગુજરાતનો દરિયાકિનારો પાકિસ્તાનની નજીક હોવાથી ડ્રગ્સની હેરાફેરી થાય છે. અને દરિયાકિનારે જાપ્તો રાખવો મુશ્કેલ હોવાથી સ્મગલિંગ થઇ છે. ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાત વર્ષોથી ટ્રાન્ઝીસ્ટ પોઈન્ટ થઇ રહ્યું છે. અને ભારતમાં લવાયા બાદ વિદેશ મોકલાય છે. રૂપિયાની લાલચે સ્થાનિકો ડ્રગ્સની હેરાફેરી કરે છે. અને પાકિસ્તાનથી જ મોટાભાગનું ડ્રગ્સ આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular