જામનગર નજીક આવેલા ગોરધનપર ગામ પાસેથી પસાર થતાં ટ્રકચાલકને સિક્કા પોલીસે આંતરીને તલાશી લેતાં ટ્રકમાંથી દારૂની 12 બોટલો મળી આવતાં પોલીસે 8 લાખની કિંમતના ટ્રક અને દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી લીધો હતો.દારૂ અંગેના દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં આવેલા પુષ્પક પાર્ક સોસાયટી પાસેના રોડ પરથી પસાર થતાં જીજે10-ટીવી-6270 નંબરના ટ્રકચાલકને સિક્કા પોલીસે આંતરીને તલાશી લેતાં તેમાંથી રૂા. 6 હજારની કિંમતની જુદી જુદી બ્રાન્ડની 12 બોટલ દારૂ મળી આવતાં પોલીસે ટ્રકચાલક સમીર એલિયાસ સમા નામના શખ્સને ઝડપી લઇ રૂા. 8 લાખની કિંમતનો ટ્રક અને દારૂનો જથ્થો મળી કુલ રૂા. 8,06,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ આરંભી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ધ્રોલ ગામમાં ખારવા રોડ પરના હેલિપેડ પાસેથી પોલીસે મળેલી બાતમીના આધારે દેવેન્દ્રસિંહ ઉર્ફે નિલેશ વિજયસિંહ જાડેજા અને પરાક્રમસિંહ ઉર્ફે પકો જાડેજા નામના બન્ને શખ્સોને દબોચી લઇ તલાશી લેતાં રૂા. 3500ની કિંમતની ઇંગ્લીશ દારૂની સાત બોટલ મળી આવી હતી. જેથી પોલીસે દારૂ વેચવા આવેલા દેવેન્દ્રસિંહ અને લેવા આવેલા પરાક્રમસિંહ બન્નેને ઝડપી લઇ તેમના વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજો દરોડો લાલપુર તાલુકાના નકટા પાવરિયા ગામમાંથી પસાર થતાં લખમણ સુરા સુમેત નામના શખ્સને સ્થાનિક પોલીસે આંતરીને તલાશી લેતાં તેની પાસેથી રૂા. 650ની કિંમતની દારૂની બોટલ મળી આવતાં પોલીસે લખમણની ધરપકડ કરી હતી.