Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરઆરોગ્ય કર્મચારીઓ ઉપર થતા હુમલા સામે કાયદો લાવવાની માંગ સાથે તબીબો વિરોધ...

આરોગ્ય કર્મચારીઓ ઉપર થતા હુમલા સામે કાયદો લાવવાની માંગ સાથે તબીબો વિરોધ પ્રદર્શન કરશે

- Advertisement -

રાજયમાં આરોગ્ય કર્મચારીઓ ઉપર થતાં હુમલા સામે કડક કાયદો અને તેના અમલીકરણ માટે ઇન્ડિયન મેડિકલ એસો.દ્વારા તા.18ના માધવ હોસ્પિટલ, એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ સવારે 10 વાગ્યે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ દિવસે તમામ આરોગ્ય સેવાઓ યથાવત રહેશે. પરંતુ ડોકટરો કાળી રિબિન, શર્ટ વગેરે પહેરી વિરોધ વ્યકત કરશે.

આઈ.એમ.એ.ની વડી શાખા(નવી દિલ્હી) ના આદેશ અનુસાર તમામ રાષ્ટ્ર વ્યાપી શાખાઓનો આગામી 18 જુનના આરોગ્ય કર્મી પર થતા હુમલા સામે “સેવ ધી સેવિયર”નાં નારા સાથે શાંતિ-વિરોધ પ્રદર્શિત કરશે તથા દેખાવો કરવામાં આવશે. આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવી એ રાજ્ય અને કેન્દ્રીય સરકારની જવાબદારી છે અને ડોકટર અને નર્સો ઉપર થતા હુમલાઓ સામે સખત કાયદો અને તેનાં ત્વરિત અમલીકરણ માટે આઇ.એમ.એ. માંગ કરી છે.

આઈ એમ એ ના સભ્યો બ્લેક બેજેસ, ફ્લેગ્સ, માસ્ક, રિબન, શર્ટ વગેરે પહેરી કામ કરશે. સેવ ધ સેવિયર અને વ્યવસાય અને વ્યવસાયિકો પર હિંસા બંધ કરોના સૂત્ર સાથેના પ્લે કાર્ડ સાથે હોસ્પીટલ ખાતે વિરોધ કરવા મા આવશે. ભારતના વડા પ્રધાનને તબીબી વ્યવસાય અને પ્રોફેશનલ્સ પરના હુમલાઓ સામે આવેદન પત્ર મોકલવા મા આવશે. વહીવટી / રાજકીય નેતાઓ/ એસપી / ડીએમ, ધારાસભ્યો અને વિવિધ વિસ્તાર ના સાંસદોને રજૂઆત કરવામાં આવશે. તા 18 ના દિવસે કોઈ પણ હોસ્પિટલ બંધ રહેશે નહીં, તમામ આરોગ્ય સેવાઓ યથાવત કામ કરશે. તેમ ઇન્ડિયન મેડિકલ એસો. (IMA) રાષ્ટ્રીય ઉપ અધ્યક્ષ ડૉ. વિજય પોપટ, IMA જામનગર પ્રમુખ ડૉ. પ્રશાંત તન્ના, IMA જામનગર મંત્રી ડૉ.ધવલ તલસાણીયા ની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular