Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરતબીબો દ્વારા રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન

તબીબો દ્વારા રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન

- Advertisement -

જામનગર સહિત ગુજરાતમાં તબીબી શિક્ષકો પડતર પ્રશ્ર્નોને લઇ અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતર્યા છે. જામનગરની જી.જી. હોસ્પિટલનાં 150 જેટલા તબીબી શિક્ષકો પણ હડતાલમાં જોડાયા છે.

- Advertisement -

આજે સતત બીજા દિવસે તબીબી શિક્ષકો દ્વારા 14 થી 15 જેટલી પડતર માગણીઓને લઇ હડતાલ ઉપર ઉતર્યા છે. ગુજરાતમાં 10000 જેટલા તબીબો આ હડતાલમાં જોડાયા છે. અગાઉ સરકાર દ્વારા તબીબોની કેટલીક માગ સ્વીકાર હતી. પરંતુ હજૂ પણ કેટલીક માગ પડતર હોય, સરકાર દ્વારા માગણીઓ સ્વીકારી લીધા બાદ પણ અમલ ન કરતાં તબીબો દ્વારા નારાજગી વ્યક્ત કરાઇ હતી અને સતત બે દિવસથી જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ બહાર તબીબો હડતાલ પર બેઠા છે. આજે તબીબોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.તો બીજી તરફ તબીબોની હડતાલને પગલે જી. જી. હોસ્પિટલમાં આવતા દર્દીઓ હાલાકીમાં મૂકાઇ ગયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular