Sunday, December 10, 2023
Homeરાજ્યજામનગરVideo : ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ડેન્ટલ કલીનિક તથા ફીઝીયોથેરાપી સેન્ટર લોકાર્પણ...

Video : ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ડેન્ટલ કલીનિક તથા ફીઝીયોથેરાપી સેન્ટર લોકાર્પણ કાર્યક્રમ

જય વસાવડાના વકતવ્યનું પણ આયોજન

- Advertisement -

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર જિલ્લા શાખા તથા ગુજરાત રાજ્ય શાખાના સંયુકત ઉપક્રમે ગુલાબકુંવરબા ઈન્ફ્રન્ટ વેલફેર એસો. ના સહયોગથી તા.1 ના રોજ રેડક્રોસ આપના દ્વારા તથા ડેન્ટલ કલીનિક એન્ડ ફીઝીયોથેરાપી સેન્ટર લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે પત્રકાર પરિષદમાં કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી.

- Advertisement -

રેડક્રોસ વિશ્ર્વ વ્યાપી સંસ્થા છે. 8 મે 1928 ના રોજ રેડક્રોસની સ્થાપના થઈ હતી. રેડક્રોસ સોસાયટીનું મુખ્ય મથક સ્વીત્ઝરલેન્ડના જીનિવા શહેરમાં છે. અત્યાર સુધીમાં 198 થી વધારે દેશોએ તેને સત્તાવાર માન્યતા આપી છે. ભારતમાં 1920 ના પાર્લામેન્ટ એકટ દ્વારા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની સ્થાપના થઈ, રાષ્ટ્રપતિ ભારતીય રેડક્રોસ સોસાયટીના પ્રમુખ છે તેમજ ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ તરીકે રાજ્યપાલ છે. રેડક્રોસ સોસાયટી કુદરતી આફતો સમયે લોકોની મદદ, માનવ મૂલ્યોના સિધ્ધાંતોને સમર્થન, ઈજાગ્રસત લોકોની સારવાર તથા મુસીબતના સમયે મદદ પહોંચાડવા જેવા સેવા કાર્યો કરે છે. જામનગર રેડક્રોસ સોસાયટીની પ્રવૃત્તિ 70 ના દાયકામાં શરૂ કરવામાં આવી હતી. ડો. કે.એસ. શાહ અને ત્યારબાદ ડો. આર.બી. ભુવા તથા તેના સહકાર્યકર્તાઓએ વર્ષો સુધી નિદાન કેમ્પ દ્વારા તબીબી સેવાઓ પૂરી પાડી હતી.

- Advertisement -

જાન્યુઆરી 2001 ના ભુકંપ વખતે ઈજાગ્રસ્ત લોકોને રેડક્રોસ જામનગર શાખા દ્વારા દવા, અનાજ સહિતની વસ્તુઓ પૂરી પાડી હતી. રેડક્રોસ મારફતે ફસ્ટ એઇડ ટે્રનિંગ કોર્સ કરાવવામાં આવે છે જેમાં જાન્યુઆરી 2023 થી આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 1200 થી વધુ લોકોએ તાલીમ લીધી છે. જામનગર રેડક્રોસ સોસાયટીની સેવા પ્રવૃત્તિમાં એક નવું પીછું ઉમેરાવા જઈ રહ્યું છે. જામનગર રેડક્રોસ શાખા તથા ગુજરાત રાજ્ય શાખાના સંયુકત ઉપક્રમે ગુલાબકુંવરબા ઈન્ફ્રન્ટ વેલફેર એસો.ના સહયોગથી આરોગ્ય સેવા યજ્ઞનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તા.01 ઓકટોબરથી ગુલાબકુંવરબા સેતાવાડ ખાતે જામનગર રેડક્રોસ સોસાયટી દ્વારા ડેન્ટલ કલીનિક અને ફીઝીયોથેરાપી સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે.

જેમાં જામનગરની જનતાને નજીવા દરે ડેન્ટલ સારવાર અને ફીઝીયોથેરાપી ટ્રીટમેન્ટના લાભ મળશે. આ ઉ5રાંત નજીકના ભવિષ્યમાં આંખ-કાન-નાક-ગળાના ચેકઅપ કેન્દ્રો, ડીજીટલ એકસ-રે કેન્દ્ર, બ્લડ બેંક, પેથોરોજી લેબોરેટરી અને જેનેરિક મેડીકલ સ્ટોર્સ શરૂ કરવાની યોજના છે. જામનગર રેડક્રોસ સોસાયટી દ્વારા તેમના આ સેવા યજ્ઞમાં સાથ આપનાર તમામ લોકોનો આભાર વ્યકત કર્યો હતો. આ સેવા યજ્ઞમાં કોરોના સમયકાળમાં જામનગરના દાતાઓ દેવીપ્રસાદજી બાપુ, આણદાબાવા નેત્ર ચિકિત્સાલય, પ્રેમભિક્ષુજી મહારાજ બાલા હનુમાનજી મંદિર, મોક્ષ મંદિર સમિતિ જામનગર, નવાનગર બેંક, કો-કો બેંક તથા ભગવાનજીભાઈ ગોકળભાઇ વસોયા તથા અનેક દાતાઓ તરફથી દાન મળ્યું હતું. તે સર્વેનું સન્માન કરવામાં આવશે.

- Advertisement -

આ સેન્ટરો શરૂ કરવામાં તથા બિલ્ડિંગ રેનોવેશન કરવામાં ડો. અવિનાશ ભટ્ટ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, શેતલબેન શેઠ, ડો. છાંટબાર, દિપાબેન સોની, નિકુલદાન ગઢવી તથા ભાર્ગવ ઠાકરએ જહેમત ઉઠાવી હતી. આ સેવાયોગદાનમાં સેન્ટરો શરૂ કરવા માટે ફીઝીયોથેરાપી સેન્ટર અને ડેન્ટલ કલીનિકની સમગ્ર સાધન સામગ્રી માટે માતબર રકમ શેતલબેન શેઠ દ્વારા પ્રાપ્ત થઈ છે. તેમનું પણ સન્માન કરવામાં આવશે. તેમજ આ બિલ્ડિંગ ગુલાબકુંવરબા ઈન્ફ્રન્ટ અને વેલફેર એસોસિએશન દ્વારા તેમના ટ્રસ્ટીઓ પૈકી ભરતભાઈ ઝવેરીનું સન્માન કરવામાં આવશે. સમગ્ર કામગીરી ચેરમેન બિપીનભાઈ ઝવેરી તથા ટે્રઝરર હરેન્દ્રભાઈ ભાડલાવાળાના માર્ગદર્શન નીચે કરવામાં આવી છે.

તા.01 ઓકટોબરના રોજ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે મેયર વિનોદભાઈ ખીમસુરીયા, અતિથી વિશેષ તરીકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્યો રીવાબા જાડેજા તથા દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, કમિશનર ડી એન મોદી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. આ તકે જય વસાવડાના વકતવ્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન કલેકટર બી એ શાહ, આઈઆરસીએસ જી એસ બીના ચેરમેન અજયભાઈ પટેલ, વાઇસ ચેરમેન ડો. અજયભાઈ દેસાઇ, જનરલ સેક્રેટરી ડો. પ્રકાશ પરમાર, ટે્રઝરર સંજયભાઈ શાહ, આઈઆરસીએસ જામનગર ચેરમેન બિપીનભાઈ ઝવેરી તથા વાઈસ ચેરમેન ડો. અવિનાશભાઇ ભટ્ટ દ્વારા કરાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular