Wednesday, November 29, 2023
Homeરાજ્યજામનગરVideo : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સફાઇ ઝુંબેશનો થયો પ્રારંભ

Video : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સફાઇ ઝુંબેશનો થયો પ્રારંભ

આગામી તહેવારોને અનુલક્ષીને 4 ઝોનમાં રાત્રી સફાઇ શરૂ કરાઇ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તહેવારોને અનુલક્ષીને શહેરમાં સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે, તે માટે શહેરના મુખ્ય માર્ગો પર રાત્રી સફાઈની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીનો પ્રારંભ ચાંદીબજાર ખાતે ઈન્દુ મધુ હોસ્પિટલથી શહેર મેયર-ધારાસભ્ય સહિતના મહાનુભાવો, મનપાના પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાની સૂચનાથી સમગ્ર શહેરમાં સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે, તે માટે આગામી નવરાત્રી તેમજ દીપોત્સવના તહેવારોને અનુલક્ષીને રાત્રી સફાઈ કામગીરીનું આયોજન જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

- Advertisement -

આ કામગીરીનો શુભઆરંભ ચાંદીબજાર ઈન્દુ મધુ હોસ્પિટલ ખાતેથી મેયરની ઉપસ્થિતિમાં તમામ સફાઈ કર્મચારીઓને લીલી ઝંડી આપી કામગીરીનું પ્રસ્થાન કરાવ્યું હતું. નિયમિત એકાતરા રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી સફાઈ ઝુંબેશ આગામી દિવસોમાં અવિરત યથાવત રહેશે અને સમગ્ર શહેરના મુખ્ય માર્ગોની સફાઈ રાત્રી દરમિયાન તહેવારોને અનુલક્ષીને જામનગર મનપા દ્વારા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઇ નાખવા, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, સોલિડ વેસ્ટ અધિકારી મુકેશભાઈ વરણવા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ ડો. હાર્દિકભાઈ અનડકટ, ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાના પ્રતિનિધિ મનદિપસિંહ જાડેજા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મનીષભાઈ કટારીયા, પૂર્વ શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વસંતભાઈ ગોરી, જામનગર મનપાના તમામ કોર્પોરેટરો પાર્થભાઈ જેઠવા, પાર્થભાઈ કોટડીયા, ધર્મીનાબેન સોઢા, ગોપાલભાઈ સોરઠીયા, અરવિંદભાઈ સભાયા, અમિતાબેન બંધીયા, ડિમ્પલબેન રાવલ, પ્રભાબેન ગોરેચા, શોભનાબેન પઠાણ, પ્રવિણાબેન રૂપડીયા, વોર્ડ નં.9ના પ્રમુખ, મહામંત્રી સહિતના સંગઠનના હોદ્દેદારો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ બહોળા પ્રમાણમાં સફાઈ કર્મચારીઓ, આ વિસ્તારના એસએસઆઇ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular