જામનગર શહેરમાં આધાર કાર્ડની કામગીરીમાં શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ ટોકન સીસ્ટમમાં ટોકનની મર્યાદા પણ હોય આ તમામ બાબતો અંગે નિરાકરણ કરવા અને લોકોને પડતી હાલાકી દૂર કરવાની માંગણી સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
વોર્ડ નંબર-4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હાલમાં જામનગર શહેરમાં સંખ્યાબંધ આધાર કાર્ડના કેન્દ્રો હોવા છતાં મોટાભાગની જગ્યાએ સર્વર બંધ હોવા અને લીંક ન મળતી હોવાના કારણોસર આધાર કાર્ડની કામગીરી થઈ શકતી નથી. તેથી કલાકો સુધી રાહ જોઇને મોટી સંખ્યામાં લોકો પરત જાય છે. જ્યારે આધાર કાર્ડની કામગીરી ચાલુ છે ત્યારે આ સંજોગોમાં સરકારી અને ખાનગી બેંકોમાં ખૂબ જ ઓછા ટોકન આપવામાં આવે છે આ ઉપરાંત મહાનગરપાલિકાના આધાર કેન્દ્રમાં તેમજ ેવા સદનમાં આધાર કાર્ડની પ્રક્રિયા માટે જે ટોકન આપવામાં આવે તેની સંખ્યા ખૂબ ઓછી છે આ ટોકનોની સંખ્યા સામે પ્રક્રિયા માટે આસપાસના ગામડેથી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રીક્ષા ભાડા ખર્ચીને વહેલીસવારથી જ પોતાના વારા માટે આવી જતા વૃધ્ધો તેમજ નાના બાળકોના વાલીઓ, ગૃહિણીઓની સંખ્યા ઘણી વધુ છે. એક બે કેન્દ્રમાં માનવતા ધોરણે વધુ લોકોના કામો થાય છે પણ છે છતાં તમામ કેન્દ્રો દ્વારા 11 થી 40 ટોકનોની મર્યાદાને દૂર કરીને સવારથી રાત સુધી વહેલા તે પહેલાના ધોરણે કામગીરી થાય, તેમજ લોકો પહેલેથી ખર્ચ કરીને આવતા હોવાથી ફેરફાર સહિતની કામગીરી નિ:શુલ્ક ધોરણે થાય તે માટે યોગ્ય કરવા માંગણી કરાઈ છે.