જામનગરમાં બિરાજમાન અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજીના નિધિ તેમજ પરમ ભગવદીય ગદાધરદાસજીના સેવ્ય શ્રી મદનમોહન પ્રભુની અસીમ અનુકંપા તેમજ મહાકારૂણિક શ્રી મહાપ્રભુજી એવમ શ્રી ગુસાંઈજી પરમદયાલના અનુગ્રહથી પૂ.ગો.1008 વ્રજભૂષણલાલજી મહારાજના પ્રપૌત્ર, પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણિ મહાકિવ પૂ.ગો.108 હરિરાયજી મહારાજના સુપૌત્ર તથા પૂ. ગો. શ્રીવલ્લભરાયજી મહોદયના જયેષ્ઠ આત્મજ ચિ. પૂ. ગો. શ્રી રસાર્દ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગોની શરૂઆત પહેલા શુભ વિવાહ પ્રસ્તાવના ઉપલક્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે ગઈકાલે તારીખ 29/11ને શુક્રવાર ના રોજ સયાજી હોટલ ખાતે શાસ્ત્રીય કંઠ્ય સંગીત નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોનકીની ગુપ્તા અને તેમની ટીમ દ્વારા ખૂબ સુંદર શૈલીમાં દરેક રાગ બંદીશ રજૂ કરવામાં આવી હતી તેમજ આજરોજ તારીખ 30/11ના શહેરની મધ્યમાં આવેલી કલાતીત હોટલ ખાતે ગઝલ કાર્યક્રમ રાત્રે 9:30 કલાકે યોજવામાં આવશે. આ ઉપરાંત શુભ વિવાહ પ્રસ્તાવ કાર્યક્રમ સ્થળ ખાતે એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, મેદાન મેહુલ નગર ટેલિફોન એક્સચેન્જ રોડ, શ્રીજી મેરેજ હોલ પાછળ, જામનગર ખાતે તાડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે. જે અંતર્ગત લગ્નમંડપ, સ્ટેજ ડેકોરેશન, ઉતારાની વ્યવસ્થા, વરપક્ષ, વધુપક્ષના માંડવા, રસોડું,ભોજનાલય, વૈષ્ણવો માટે પ્રસાદની વ્યવસ્થા, તેમજ બાવાશ્રી માટે નાથદ્વારા થી પધારેલા રસોયા ને ઉતારાની વ્યવસ્થા વગેરે સહિતના આયોજનો ની તૈયારીઓ શરૂ કરી દેવાય છે. ભવ્ય મંડપ ડેકોરેશન તેમજ આપણી સંસ્કૃતિ ની છણાવટ આપતો ભવ્ય મંડપ તૈયાર થઈ રહ્યો છે ત્યારે મંગળવાર અને તારીખ 3 12/2024 થી નિશ્ચય તાંબુલ થી લઈને સત્કાર સમારંભ સહિતના કાર્યક્રમોનું આયોજન તે સ્થળે થવાનું છે ત્યારે વૈષ્ણવોમાં ઉત્સાહ સમાતો નથી અને વૈષ્ણવોના શુભ આગમનથી પ્રસ્તાવની શોભામાં અધિક અભી વૃદ્ધિ થશે આ શુભ પ્રસંગ અંતર્ગત શ્રી મદનમોહન પ્રભુના વિવિધ મનોરથો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું શરૂઆત થઈ ગઈ છે ત્યારે પૂજ્ય ગુરુદેવના આંગણે આવેલા શુભ વિવાહ પ્રસ્તાવ પ્રસંગે સમગ્ર વૈષ્ણવ સમાજ સેવા તથા દર્શનો પરમ આનંદ પ્રાપ્ત કરવા શુભ વિવાહ પ્રસ્તાવ સમિતિ ભાવભર્યું આમંત્રણ ાઠવે છે. તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શુભવિવાહ પ્રસ્તાવનું લાઈવ પ્રસારણ યુ-ટયુબ ચેનલ પર motihaveli jamnagar ફેસબુક પર શ્રી મોટી હવેલી જામનગર તથા ઈન્સ્ટાગ્રામ પર v.yuva. sangathan પરથી કરવામાં આવશે. વૈષ્ણવોના ઉતારા માટે સમિતિના મો. નં. 98242 97232 તથા 94283 15758 ઉપર સંપર્ક કરવો. બહારગામથી પધારેલા વૈષ્ણવો માટે ઉતારા તથા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આમંત્રિત મહેમાનો માટે તા. 4.12.24 ના રાત્રે શુભવિવાહના સમયે મહાપ્રસાદ યોજાશે. આ શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગે સૌ આમંત્રીત મહેમાનો, વૈષ્ણવોને પધારવા સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કુરજીભાઈ મુંગરા તથા વજુભાઈ પાબારીએ અનુરોધ કર્યો છે.