Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતપીઆઇ-પીએસઆઇ ભરતી માટેની શારીરિક ચકાસણી પાછી ઠેલવા માંગણી થઇ

પીઆઇ-પીએસઆઇ ભરતી માટેની શારીરિક ચકાસણી પાછી ઠેલવા માંગણી થઇ

- Advertisement -

ગુજરાતમાં કોરોના એ ફરી એકવાર ઉથલો માર્યો છે, ત્યારે હવે પીઆઇ-પીએસઆઇની ફિઝિકલ એક્ઝામ પાછી ઠેલવાની મહિલા ઉમેદવારોએ પણ માગણી કરી છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે પરીક્ષા ન લેવા મહિલા ઉમેદવારોની માગણી છે. પરીક્ષા માટેની તૈયારીમાં હાલ તકલીફ પડી રહી હોવાનો દાવો કરાયો છે.

- Advertisement -

પરીક્ષા સમયે ગ્રાઉન્ડ પરથી સંક્રમણ ફેલાવાની મહિલા ઉમેદવારોને ભીતિ છે. તૈયારી માટે પણ ઓછો સમય મળ્યાનો મહિલા ઉમેદવારોનો દાવો છે. ફિઝિકલ એક્ઝામ માટે માસ્ક મુસીબત બન્યાનું મહિલા ઉમેદવારોનું કહેવું છે. કોરોના સંક્રમણ ઘટે ત્યારે પરીક્ષા યોજવા મહિલા ઉમેદવારોની રજુઆત છે.

ગુજરાતમાં કોરોના એ ફરી એકવાર ઉથલો માર્યો છે, ત્યારે અમદાવાદમાં પણ કોરોના બન્યો બેકાબુ બન્યો છે. શહેરમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉભી થઈ છે. એક તરફ સંક્રમણ વધતા જીમ બંધ કરાવ્યા છે, તો બીજી તરફ કલબમાં કોરોના સંક્રમણ વધ્યું છે.શહેરની નામાંકિત કર્ણાવતી કલબમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ફરી કર્ણાવતી કલબમાં બે કર્મચારીઓ સંક્રમિત થયા છે. અગાઉ પણ કલબના સ્ટાફ કોરોના સંક્રમિત થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular