કોરોનાના પગલે રાજ્યના તમામ મંદિરોના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. સંક્રમણ હળવું થતાં 58
દિવસ બાદ તમામ મંદિરોના દ્વાર ખૂલતા ભક્જતનોમાં હરખની હેલી જોવા મળી રહી હતી. ગુજરાતમાં લોક-અનલોક
વચ્ચે ભક્તિની સરવાણી અટવાઇ ગઇ હતી. કોરોનાએ કરોડો રૂપિયાના દાન પ્રવાહને અવરોઘ્યો. કેટલાંક મંદિરોમાં તો
એવી પરિસ્થિતિ જોવા મળી કે મંદિરની આવકમાંથી કરાયેલ ફિકસ્ક ડિપોઝીટને તોડી કર્મચારીઓનો પગાર કરાયો.

અંબાજી મંદિર બંધ રહેતા અંબાજી સહિતના યાત્રાધામોના યાત્રિકો પર નિર્ભર તમામ બજારો પણ ઠપ્પ થઇ ગયા હતા.
શક્તિષામ અંબાજી યાત્રિકો અને પ્રવાસીઓથી બારેમાસ ધમઘમતું રહેતું હતું પરંતુ છેલ્લાં બે વર્ષથી કોરોનારૂપી
મહામારીના લીઘે મહિનખો સુધી મંદિર રહેતા અંબાજી ધામ જાણે થંભી ગયું હતું. યાત્રિકો મંદિર બંધ હોઇ આવતા ના
હોવાથી મંદિરની દાન-ભેટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
કોરોના મહામારી પહેલાં શામળાજી મંદિરની સરેરાશ મહિને 15 થી 20 લાખ દાનની આવક થતી. જો કે અગાઉ 70
ધ્વિસ અને બીજી લહેરમાં 50 ધ્વિસ કરતાં વધુ સમય ભગવાન શામળિયાના દ્વાર બંષ રહેતા આ સમયગાળા દરમ્યાન
મંદિરની આવક થઇ નથી.
ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર ગત વર્ષના લોકડાઉનમાં 72 દિવસ ભકતો માટે બંધ રહ્યું હતું. જ્યારે હાલ કોરોનાના કારણે 2021માં 58 દિવસ બંધ રહ્યું છે. સૌથી વધારે ભકતો નવરાત્રિમાં આવતા હોય છે ત્યારે પણ મંદિર ભકતો માટે બંધ રહેતા માતાજીની દાનપેટીમા: અગાઉના વર્ષ કરતાં ચાલીસેક ટકા દાન ઓછું આવ્યાનો અંદાજ છે.