ઘટના એક હોલીવુડ ફિલ્મના સેટની છે. હોલીવુડ ફિલ્મ ‘રસ્ટ’ના શુટિંગ સમયે ફિલ્મના એક્ટર એલેક બાલ્ડવિનથી એક સીનના શુટિંગ વખતે ભૂલથી ગોળી ચાલી ગઈ હતી અને ગોળી સીધી ફિલ્મના સિનેમેટોગ્રાફર હલીના હચિન્સને લાગી હતી અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ફિલ્મનું શુટિંગ ન્યુ મેક્સિકો શહેરના એક સેટ પર ચાલતું હતું તે સમયે આ ઘટના બની હતી. ત્યારબાદ તરત ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પણ તેમનો જીવ બચી શક્યો ન હતો. આ ઘટનામાં ફિલ્મના ડીરેક્ટર પણ ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.