Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરશહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા કોર્પોરેટર લોકોની વ્હારે

શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા કોર્પોરેટર લોકોની વ્હારે

રંગમતિ-નાગમતિ નદી બે કાંઠે થતાં લોકોની મદદે કોંગી કોર્પોરેટર અસલમ ખીલજી, તૌસિફખાન પઠાણ સહિતના કાર્યકરો : ભોઇવાડા, પટ્ટણીવાડ વગેરે વિસ્તારમાંથી લોકોને બોટ મારફત બહાર કાઢયા

- Advertisement -

જામનગરમાં અનરાધાર વરસાદને કારણે જામનગરવાસી માટે કહેવાતું જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો થતા, રંગમતી-નાગમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. હાલ રંગમતી-નાગમતી નદીના નીચાણવાળા વિસ્તારોમાં ખુબ પાણી ભરાઈ ગયા લોકોને પેરશાની ઉઠાવી પડી હતી.

- Advertisement -



નીચાણવાળા વિસ્તારના પટ્ટણીવાડ વિસ્તાર, ગુજરાતીવાડ વિસ્તાર, ખાડકી વાડ, બચુનગર વિસ્તાર, ભોઈવાડો, વાઘેરવાડો વિસ્તાર, પાનવાળો તેમજ નાગેશ્વર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા અને અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોના જીવ જોખમમાં મૂકાઇ ગયા હતા. બીજીતરફ રાજ સોસાયટી, એવરેસ્ટ સોસાયટી, બાબુ અમૃતનો વાડો, સેટેલાઇટ સોસાયટી, ગોલ્ડન સોસાયટી તેમજ સનસિટી સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.

લોકોના ઘરે પાણી ભરાઈ જતાં તે પૂર્વે વિરોધ પક્ષ નેતા તથા કોર્પોરેટર અસલમભાઈ ખીલજી, ડો.તૌસિફખાન પઠાણ, સૈયદ જૈનુલબાપુ, દાઉદભાઈ સાટી તેમજ આમંડભાઈ ઔરંડિયા તથા એમ.કે ગ્રુપ દ્વારા લોકોને આ મુસિબત માંથી 200થી વધુ લોકો બહાર કાઢવામાં આવ્યા હતાં. મહાનગરપાલિકા ફાયર ટીમ બોટ બંધ પડતા લોકોને હેરાનગતિ પડી હતી. ત્યારબાદ અસલમભાઈ ખીલજી દ્વારા તાત્કાલિક સિક્કા ગામેથી 3 બોટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આવા કપરા સમયે માનવસેવાના સર્વોત્તમ ભાવને સર્વોપરી રાખી, નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા આવ્યા હતાં. આ સમયે જામનગર શહેર મામલદાર પણ હાજર રહ્યા હતા. જામનગર મામલદારના માર્ગદર્શન હેઠળ SDRF ટીમ રાજકોટથી તાત્કાલિક બોલાવામાં આવી હતી. SDRF ટીમ ના સહિયોગથી લોકો સુરક્ષિત જગ્યાએ ખેસડવામાં આવ્યા હતાં. આ તકે જામનગર શહેર સિટી-એ ડિવિઝનના પો.ઇન્સ એમ.જે જલ્લુ, સબ.પ્રો.ઇન્સ મોઢવાડિયા તેમજ સમગ્ર સિટી-એના સ્ટાફ સાથે લોકોની આ કપરા સમયમાં, મુસીબતમાં મેહનત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular