કોરોના નિયંત્રણ, ઓકિસજન અને જરૂરી દવાઓ વગેરે સંબંધિત મામલાની સુનાવણી સુપ્રિમ કોર્ટે 13 મે સુુધી ટાળી દીધી. આ પહેલા કેન્દ્ર સરકારની એફિડેવિટ મીડિયામાં લીક થઇ તે મુદ્ે સુપ્રિમ કોર્ટે આશ્ર્ચર્ય વ્યકત કર્યું. એટલું જ નહીં, કેન્દ્ર સરકાર પર વ્યંગ પણ કર્યો. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે સુનાવણી શરૂ થતાં જ કહ્યું કે, અમને રાત્રે એફિડેવિટ મળી. એટલે હું તે વાંચી ના શકયો. મારા સાથી જજોને તે સવારે મળી. જો કે, સવારે એફિડેવિટની બધી મુખ્ય વાતો અમે અખબારોમાં વાંચી. અમને આશ્ર્ચર્ય થાય છે કે, એફિડેવિટ જજોને આપતા પહેલા જ મીડિયાને આપી દેવાઇ. જસ્ટિસ ચંદ્રચૂડ, એલ. નાગેશ્ર્વર રાજ અને એસ.રવિન્દ્ર ભટની બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી છે.
એફિડેવિટ લીક થવા મુદ્ે કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલે સ્પષ્ટતા કરવા કહ્યું કે, અમે એફિડેવિટ લીક નથી કરી. તેની એક નકલ તમામ રાજયો અને પક્ષકારોને મોકલાઇ હતી. સંભવ છે કે, ત્યાંથી મીડિયાને મળી ગઇ હોય. આ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગવાળું સર્વર ડાઉન થઇ ગયું. બાદમાં સુપ્રિમ કોર્ટે આગામી સુનાવણી 13 મે સુધી ટાળી દીધી.
સુપ્રિમ કોર્ટે દેશભરમાં કોરોના નિયંત્રણ, ઓકિસજન અને જરૂરી દવાની અછત વગેરે મામલામાં અનેક નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત રસીકરણ પ્રક્રિયા મુદ્ે કેન્દ્રને એફિડેવિટ દાખલ કરવાનું પણ કહ્યું હતું. બાદમાં સરકારે રવિવારે સાંજે એફિડેવિટ દાખલ કરી હતી.
કોરોના: અદાલતોની સક્રિયતાથી છંછેડાઇ ગઇ કેન્દ્ર સરકાર
અતિ ઉત્સાહમાં ન્યાયિક દખલથી એવાં પરિણામો આવી શકે, જેના વિશે કશું કહી ન શકાય: સરકાર