એશિયા-યુરોપ સહિતના દેશોમાં કોરોનાના કેસોમાં વધારાથી અનેક દેશોમાં એલર્ટ શરૂ થયા છે ત્યારે ભારતમાં 257 એકટીવ કેસો હોવાનું જાહેર થયુ છે. જો કે, કેસ ગંભીર નથી છતાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવાઈ હતી અને સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યુ હતું. એશિયાના સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડમાં કોરોનાવાયરસના કેસ ફરી વધી રહ્યા છે. આ દેશોમાં નવા કેસોની સંખ્યા વધી રહી છે. 1 મે થી 19 મે દરમિયાન, સિંગાપોરમાં 3000 દર્દીઓ મળી આવ્યા હતા. એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધીમાં, આ સંખ્યા 11,100 હતી. અહીં કેસોમાં 28%નો વધારો થયો છે.

જાન્યુઆરીથી હોંગકોંગમાં 81 કેસ નોંધાયા છે. જેમાંથી 30 લોકોના મોત થયા છે. ચીન અને થાઇલેન્ડમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોકે, દર્દીઓની સંખ્યા અંગે અહીં કોઈ માહિતી આપવામાં આવી નથી. આ વખતે, ઓમિક્રોનના નવા વેરિઅન્ટ ઉંગ 1 અને તેના પેટા વેરિઅન્ટ 7 અને ગઇ1.8 ને ચેપ માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. અધિકારીઓ કહે છે કે અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી કે આ નવા પ્રકારો વધુ ખતરનાક છે અથવા પહેલા કરતા વધુ ઝડપથી ફેલાય છે. જોકે, તેમનું માનવું છે કે આ લહેર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર અસર કરી શકે છે.
ચીન અને થાઇલેન્ડની સરકારો પણ કોવિડ અંગે સતર્ક છે. ચીનમાં, રોગની તપાસ માટે જતા દર્દીઓમાં કોરોનાવાયરસના કેસ બમણા થઈ ગયા છે. લોકોને બૂસ્ટર શોટ લેવાની સલાહ આપવામાં આવી છે. ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શનના ડેટા અનુસાર, કોવિડ લહેર ટૂંક સમયમાં તીવ્ર બની શકે છે. તે જ સમયે, થાઇલેન્ડમાં બે અલગ અલગ વિસ્તારોમાં કોવિડના કેસોમાં ઝડપથી વધારો થયો છે.
અભ્યાસ મુજબ, રોગપ્રતિકારક તંત્ર માટે ઉંગ1ને બેઅસર કરવું થોડું મુશ્કેલ છે. અગાઉની રસીઓ અથવા ચેપમાંથી બનેલા એન્ટિબોડીઝ તેની સામે ઓછા અસરકારક હોય છે, પરંતુ ડઇઇ.1.5 મોનોવેલેન્ટ બૂસ્ટર રસી ઉંગ1 સામે લડવામાં મદદ કરે છે. ઠઇંઘ મુજબ, ડઇઇ1.5 મોનોવેલેન્ટ બૂસ્ટર એ ઈઘટઈંઉ-19 રસી છે. તે ખાસ કરીને ઓમિક્રોનના ડઇઇ1.5 પેટા પ્રકારને ઓળખવા માટે રચાયેલ છે. આ બૂસ્ટર શરીરમાં એન્ટિબોડીઝ વધારે છે અને ઉંગ1 થી થતા રોગને 19% થી 49% સુધી અટકાવી શકે છે.
ઉંગ1એ ઓમિક્રોનના ઇઅ2.86 નો એક પ્રકાર છે. જે ઓગસ્ટ 2023 માં પહેલી વાર જોવા મળ્યું હતું. ડિસેમ્બર 2023 માં, વિશ્વ આરોગ્ય સંગઠન એ તેને ’રસનો પ્રકાર’ જાહેર કર્યો. તેમાં લગભગ 30 પરિવર્તનો છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. અમેરિકાની જોન્સ હોપક્નિસ યુનિવર્સિટી અનુસાર, ઉંગ1 પહેલાના પ્રકારો કરતાં વધુ સરળતાથી ફેલાય છે, પરંતુ તે ખૂબ ગંભીર નથી. તે વિશ્વના ઘણા ભાગોમાં સૌથી સામાન્ય પ્રકાર છે. ઈઘટઈંઉ-19 ઉંગ1ના લક્ષણો થોડા દિવસોથી લઈને અઠવાડિયા સુધી ગમે ત્યાં રહી શકે છે. જો તમારા લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે, તો તમને લાંબા-કોવિડ હોઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં કોવિડ-19 ના કેટલાક લક્ષણો સ્વસ્થ થયા પછી પણ ચાલુ રહે છે.
ભારતમાં કોરોનાના 7 એક્ટિવ કેસ સાથે ગુજરાત દેશમાં છઠ્ઠા સ્થાને
દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ 7 એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા છે.
દેશમાં હાલ સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં કેરળ 95 સાથે મોખરે, તામિલનાડુ 66 સાથે બીજા, મહારાષ્ટ્ર 56 સાથે ત્રીજા, કર્ણાટક 13 સાથે ચોથા, પુડુચેરી 10 સાથે પાંચમાં અને ગુજરાત છઠ્ઠા સ્થાને છે. સમગ્ર દેશમાં હાલ 257 એક્ટિવ કેસ છે.
છેલ્લાં એક સપ્તાહમાં ગુજરાતમાંથી 1 દર્દી કોરોનાથી સાજો થયો છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોવિડના 12 લાખથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. કુલ 11101 વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.