Tuesday, April 16, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં આજે ફરી વધ્યા કોરોનાના કેસ

દેશમાં આજે ફરી વધ્યા કોરોનાના કેસ

- Advertisement -

કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી રહી છે પરંતુ લોકોએ હજુ સાવચેતી રાખવાની જરૂર છેછેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ઉપરાંત ઉપરાંત નવા કેસ અને સાજા થનારા લોકો વચ્ચેનો તફાવત 3393 છે.

- Advertisement -

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39,361 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 35,968 છે. 416 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 14 લાખ 11 હજાર 262 દર્દીઓ નોંધાયા છે. આ દર્દીઓમાંથી 3 કરોડ 5 લાખ 79 હજાર 106 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 11 હજાર 189 છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યમાં ગત 24કલાકમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. જો કે રાજ્યમાં કોરોનાથી 42 લોકો સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં 8,14,307 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યો છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular