જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લોકરક્ષક બેન્ચના દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ રેન્જ આઇજી, એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી પરેડની સલામી લીધી હતી.જામનગર જિલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતે અલગ-અલગ જિલ્લામાંથી પાયાની તાલીમ અર્થે આવેલ 160 જેટલા તાલીમાર્થીઓની નવમાસની પાયાની તાલીમ પૂર્ણ થતાં આજરોજ અનાર્મ લોકરક્ષકના દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, જામનગર નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકી સહિતના અધિકારીઓ તથા પીઆઇ, પીએસઆઇ ઉપરાંત જામનગર ઉતર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર કિરષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોશી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, ચેમ્બર ઓફ કોમર્સ જામનગરના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, પૂર્વમેયર અને કોર્પોરેટર બીનાબેન કોઠારી વગેરે ઉપસ્થિત રહયા હતા.