Friday, April 19, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં સફાઈ કર્મચારીઓ પાસે મકાનના ફોર્મના નામે થતા ઉઘરાણા

ખંભાળિયામાં સફાઈ કર્મચારીઓ પાસે મકાનના ફોર્મના નામે થતા ઉઘરાણા

ચીફ ઓફિસરને ફરિયાદ

- Advertisement -

ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો પાસેથી કોઈ શખ્સો દ્વારા મકાન બનાવવા માટેની યોજના હોવાનું જણાવી, આ કામદારો પાસેથી રૂપિયા સો-સો લેવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે. નગરપાલિકાના કેટલાક સદસ્યો તથા હોદ્દેદારોને આવી ફરિયાદ મળતા તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસરનું પણ ધ્યાન દોર્યું હતું.

- Advertisement -

નગરપાલિકા વિસ્તારમાં કાયમી સફાઈ કામદારોને રાજ્ય સરકાર મકાન ફાળવવા અંગેની યોજના છે. ત્યારે રોજમદાર સફાઇ કામદારોને પણ આ અંગેના ફોર્મ આપીને રૂપિયા 100-100ની રોકડી કરવાનું કેટલાક વચેટિયા શકશો દ્વારા શરૂ કરી દેવામાં આવતા આ બાબતે આશ્ચર્ય વ્યાપી ગયું છે.

આટલું જ નહીં, કેટલાક સફાઈ કર્મીઓ અમે રહી ગયાની લાગણીથી અન્ય પાસેથી રૂપિયા 100 ના 200 દઈને પણ ફોર્મની ઝેરોક્ષ કે જે ખરેખર તો ગેરકાયદેસર છે, તે પણ લેવા માંડ્યા હતા. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ ફરિયાદ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular