Monday, October 7, 2024
Homeરાજ્યહાલારવાનાવડના દંપતિને માર મારીને અપમાનિત કરવા સંદર્ભે ફરિયાદ

વાનાવડના દંપતિને માર મારીને અપમાનિત કરવા સંદર્ભે ફરિયાદ

- Advertisement -

ભાણવડથી આશરે 18 કિલોમીટર દૂર વાનાવડ ગામની સીમમાં રહેતા ધાનીબેન રૂપાભાઈ નાથાભાઈ વાઘેલા નામના 60 વર્ષના અનુસૂચિત જાતિના મહિલાના પતિ થોડા દિવસો પૂર્વે આ જ વિસ્તારમાં રહેતા લખમણભાઈ દુદાભાઈ રાવલિયાના ખેતરમાંથી ખડની ભારી લઈ આવ્યા હતા. આ બાબતે આરોપી લખમણભાઈ તથા તેમના પત્ની શાંતિબેને ધાનીબેનના ઘરે જઈ અને બોલાચાલી કરી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની તથા કુહાડી અને દાતરડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 323, 324, 325, 452, 504, 506 (2), 114 તથા એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એસસી એસટી સેલના ડી.વાય.એસ.પી. સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular