Monday, October 14, 2024
Homeરાજ્યસગીરાને ત્રાસ આપી મારી નાખવાની ધમકી સબબ જનેતા તથા પાલક પિતા સામે...

સગીરાને ત્રાસ આપી મારી નાખવાની ધમકી સબબ જનેતા તથા પાલક પિતા સામે ફરિયાદ

- Advertisement -

ખંભાળિયામાં રહેતી એક સગીરાને પોતાની સગી માતા તથા પાલક પિતાએ બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં બેઠક રોડ વિસ્તારમાં આવેલી શ્રીજી સાનિધ્ય સોસાયટીમાં રહેતા સરસ્વતીબેન નામના એક મહિલાના પ્રથમ વખત લગ્ન થયા બાદ તેણીના પતિ અવસાન પામ્યા હતા. જેના થકી સરસ્વતીબેનને એક પુત્રી હોવાનું અને હાલ તેણી સતર વર્ષ, ચાર માસની છે.

સરસ્વતીબેનએ બીજા લગ્ન પ્રફુલભાઈ કુંભાર નામના એક આસામી સાથે કર્યા હતા. હાલ સરસ્વતીબેન તથા પ્રફુલભાઈ દ્વારા સરસ્વતીબેનની પ્રથમ ઘરની પુત્રી સાથે વારંવાર ઝઘડો કરી બેફામ માર મારી અને ઇજાગ્રસ્ત કરી હોવાનું ખુલવા પામ્યું છે.

એટલું જ નહિ, સગી જનેતા સરસ્વતીબેન તથા પાલક પિતા પ્રફુલભાઈ દ્વારા સગીર પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના અધ્યક્ષ સ્વીટીબેન મુકેશભાઈ જાનીની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે સરસ્વતીબેન તથા પ્રફુલભાઈ કુંભાર સામે આઈ.પી.સી. કલમ 323, 506(2), 114 તથા જુવેનાઈલ જસ્ટીસ એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. હાલ સગીરાને જામનગરના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગમાં મોકલી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular