Tuesday, September 1, 2026
Homeરાજ્યહાલારઝેરી દવાવાળા ડબલામાં પાણી પી લેતાં બાળકીનું મોત

ઝેરી દવાવાળા ડબલામાં પાણી પી લેતાં બાળકીનું મોત

ધ્રોલ તાલુકાના લતીપર ગામની સીમમાં આવેલા ખેતરમાં મજુરીકામ કરતાં પરિવારની બાળકીએ રમતા રમતા ભૂલથી ઝેરી દવાવાળા ડબલામાં પાણી પી લેતા વિપરીત અસર થવાથી મોત નિપજયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ખેરવાડ ખડીશુ ગહન ગામના વતની અને હાલ ધ્રોલ તાલુકાના લતીપર ગામની સીમમાં આવેલી હિતેષભાઇની વાડીમાં ખેતમજુરી કરતાં દિનેશભાઇ ભુવાનભાઇ બાંભણિયા (ઉ.વ.36) નામના ખેતમજૂર યુવાન તેની પત્ની સાથે ગત્ તા. 28ના સવારે મગફળીમાં નિંદણ કરતા હતા. તે દરમ્યાન ઓરડી પાસે તેના બાળકો રમતાં હતાં. ત્યારે પુત્રી સેમ્પાબેન દિનેશ બાંભણિયા (ઉ.વ.12) નામની બાળકી ભૂલથી ઝેરી દવાવાળા ડબલા વડે પાણી પી લેતાં વિપરીત અસર થવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular