વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતમાં તા. 2 ઓકટોબરના ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા જ સેવાના સંકલ્પ સાથે સ્વચ્છતા અભિયાન શરુ કરાયું હતું. ત્યારે મોટીખાવડીના પ્રાથમિક ચિકિત્સા કેન્દ્રના પ્રાંગણમાં ઘંટઝુંબેશ શરુ કરવામાં આવી હતી.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત સીઆઇએસએફ યુનિટ આરઆઇએલ જામનગર દ્વારા આસિ. કમાન્ડર હરભજનસિંઘની આગેવાની હેઠળ મોટીખાવડીના પ્રાથમિક ચિકિત્સા કેન્દ્રના પ્રાંગણમાં ઘંટઝુંબેશ શરુ કરવામાં આવી હતી. આ અભિયાનમાં 52-સીઆઇએસએફ દળના સભ્યો, 15 સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ, કેન્દ્રીય વિદ્યાલય અને કે.ડી. અંબાણી શાળાના બાળકો, ભરતસિંહ જાડેજા ગામ આગેવાન તરીકે અને મુખ્ય અતિથિતિ પ્રદિપસિંહ વાળા (વ્યવસાયક તેમજ પ્રમુખ માનવ અધિકાર સમિતિ-જામનગર અને સક્રિય કાર્યકર) સ્થાનિક પક્ષોએ મોટાપાયે ભાગ લીધો હતો. અભિયાનના અંતે કોમ્યુનિટી મેડિકલ સેન્ટર ઓફિસર પ્રિયંકા રાઠોડ અને સ્ટાફે અભિયાનમાં ભાગ લેનર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.