Saturday, September 14, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ધારાસભ્યો, મેયર, સહિતના મહાનુભાવો દ્વારા સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન

જામનગરમાં ધારાસભ્યો, મેયર, સહિતના મહાનુભાવો દ્વારા સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ વિસ્તારોમાં માસક્લિનનેસ ડ્રાઇવ યોજાઇ

- Advertisement -

ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધી ની જન્મ જયંતી નિમિત્તે 2 ઓક્ટોબર સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવાની હોય જેના ભાગરૂપે ગઇકાલે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં માસ ક્લીનનેસ ડ્રાઈવ નું આયોજન હાથ ધરવામાં આવ્યું હોય, જેમાં જામનગરના ધારાસભ્ય, મનપાના પદાધિકારીઓ, કમિશનર સહિતના અધિકારીઓએ માસ ક્લીનનેસ ડ્રાઈવમાં શ્રમદાન કર્યું હતું.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી 2 ઓક્ટોબર નિમિત્તે તા. 15 સપ્ટેમ્બર 2023થી તા. 15 ઓક્ટોબર 2023 સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોય, જે અંતર્ગત ગઇકાલે શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 50 સ્થળો પર શ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર વિનોદભાઈ ખીમસુરીયા , ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાભ્ય રીવાબા જાડેજા , ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા સહિતના પદાધિકારીઓ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 50થી વધુ સ્થળો પર શ્રમદાન કરવામાં આવ્યું હતું.

મનપાના કમિશનર ડી. એન. મોદી દ્વારા પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરથી ખંભાળિયા ગેટ સુધીના વિસ્તારમાં શ્રમદાન કરવામાં આવ્યું હતું, તેમજ ધારાભ્ય દિવ્યેશભાઈ અકબરી ચાંદીબજાર સર્કલ ખાતે શ્રમદાન કર્યું હતું. ધારાસભ્ય રિવાબા જાડેજાએ ગાંધીનગર ખાતે આવેલ મોક્ષ મંદિરે શ્રમદાન કર્યું હતું તથા જામનગર ચીફ ફાયર ઓફિસર કે. કે. બિસ્નોઈ દ્વારા રણમલ તળાવ, રણજીતસાગર ડેમ સહિતના વિસ્તારોમાં શ્રમદાન કર્યું હતું , સાથે જ ખઊજ (આર્મી મરાઠા રેજમેન્ટ)ની ટીમ, એન.જી.ઓ. એન.સી.સી. કેડેડ, એસ.એસ. બી., એન.એસ.એસ., વેપારી એસોસિએશન પણ જોડાઈ શ્રમદાન કાર્યક્રમમાં મહત્વનો ફાળો આપ્યો હતો.

- Advertisement -

આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, નાયબ કમિશનર, રાજકીય આગેવાનો મહાનગરપાલિકાના, કર્મચારીઓ, મ્યુનિસિપલ સભ્યો, સ્થાનિક રહેવાસીઓ સહિત કુલ 30,878 લોકોએ ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું. અંદાજિત આ કાર્યક્રમમાં 12 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular