ભારતભરમાં જૈનોના સાધુ-સાધ્વીજી મ.સા.ના ચાતુર્માસ પ્રવેશ થઇ રહ્યા છે. ત્યારે જામનગર શહેરના પનોતા પુત્ર 40 વર્ષ પૂર્વે દીક્ષાગ્રહણ કરી હતી. એવા પૂ. આચાર્ય મતિચંદ્રસાગરસુરીશ્વરજી મહારાજા તથા પૂ. મુનિરાજ શ્રુતચંદ્રસાગરજી મ.સા. આદિઠાણાનું આજે શહેરમાં સામૈયુ થયું હતું. જેમાં જૈન-જૈનેત્તરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
જામનગર શહેરના શ્રી શેઠજી જિનાલય સંઘ દ્વારા આજે સવારે 7 કલાકે સજુબા સ્કૂલ પાસે આવેલ પારસધામ પાસેથી જામનગરના મુળ વતની એવા દીક્ષાગ્રહણ કર્યા બાદ 40 વર્ષે પ્રથમ વખત જામનગર ચાતુર્માસ પટેલ કોલોની સંઘમાં છે. તેનું સામૈયુ આજે કરવામાં આવ્યું હતું. જેમાં જૈનોના દરેક સંઘના ટ્રસ્ટીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ, બાળકો, બાલિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. સામૈયુ પારસધામથી જ્યોતિ-વિનોદ ઉપાશ્રય સુધી ધામધૂમથી યોજાયું હતું. જેમાં ગતવર્ષે શેઠજી જિનાલય સંઘમાં જામનગરના જ પનોતા પુત્ર પૂ. મુનિ હેમન્તવિજયજી મ.સા.નું ચાતુર્માસ પણ દીક્ષાના ચાલીસ વર્ષ બાદ પ્રથમ વખત થયું હતું. પૂ. મહારારાજ સાહેબે ચાતુર્માસ દરમિયાન અગાઉ વિશા શ્રીમાળી તપગચ્છ બેન્ડ મંડળ બંધ અવસ્થામાં હતું તેને ચાલુ કરાવ્યું હતું. તે બેન્ડ મંડળે પણ સામૈયામાં રંગત જમાવી હતી. ઉપરાંત બહેનોના મંડળે નાળિયેર-બેડુ લઇને સામૈયાની શોભા વધારી હતી. આ સામૈયામાં શેઠજી જિનાલય સંઘના ટ્રસ્ટીઓ, પેલેસ જિનાલયના ટ્રસ્ટીઓ, પટેલ કોલોની શંખેશ્વર પાર્શ્વનાથ સંઘના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહી મહારાજ સાહેબની અનુમોદના કરી હતી. સામૈયુ પૂર્ણ થયા બાદ શેઠજી જિનાલયે સંઘના તમામ લોકોએ દર્શન-પૂજા કર્યા બાદ જ્યોતિ-વિનોદ ઉપાશ્રયમાં આચાર્ય પૂ. મતિચંદ્રસાગરસુરીશ્વરજી મહારાજાએ વ્યાખ્યાન આપ્યું હતું.