Thursday, April 16, 2026
Homeસમાચારરાષ્ટ્રીયવસ્તી ગણતરી 2027: દેશના વિવિધ રાજ્યોમાં પ્રથમ તબક્કાનો આજથી પ્રારંભ

વસ્તી ગણતરી 2027: દેશના વિવિધ રાજ્યોમાં પ્રથમ તબક્કાનો આજથી પ્રારંભ

ભારતની 16મી વસ્તી ગણતરીની પ્રક્રિયાનો આજથી વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. આ વિશ્વની સૌથી મોટી વસ્તી ગણતરી કવાયત છે, જે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. આજથી કર્ણાટક, ગોવા અને ઓડિશા સહિતના રાજ્યોમાં પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

કયા વિસ્તારોમાં કામગીરી શરૂ થઈ?

ડી.ડી. ના એક અહેવાલ મુજબ વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા હેઠળ આજથી રાષ્ટ્રીય રાજધાનીમાં કર્ણાટક, ગોવા, મિઝોરમ, સિક્કિમ, ઓડિશા, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને NDMC અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારોમાં આજથી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થઈ રહ્યો છે.

સમયગાળો અને પ્રક્રિયા

આ ઝુંબેશ 15 મે સુધી અવિરત ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન ગણતરીકારો (Enumerators) દરેક ઘરે જઈને મકાનની સ્થિતિ, સુવિધાઓ અને સભ્યોની પ્રાથમિક વિગતો એકત્રિત કરશે. આ વખતે ડેટા કલેક્શન માટે ખાસ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી માહિતી સચોટ અને ઝડપથી ઉપલબ્ધ થાય. નાગરિકો પાસે ઓનલાઈન પોર્ટલ દ્વારા પોતાની વિગતો જાતે ભરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

- Advertisement -

શા માટે આ વસ્તી ગણતરી મહત્વની છે?

કોરોના મહામારીને કારણે 2021માં થનારી આ ગણતરીમાં વિલંબ થયો હતો. હવે થઈ રહેલી આ ‘વસ્તી ગણતરી 2027’ આગામી દાયકા માટેની સરકારી યોજનાઓ, સંસાધનોની ફાળવણી અને સીમાંકન પ્રક્રિયા માટે પાયાનો પથ્થર સાબિત થશે. સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રક્રિયા માટે નાગરિકોએ કોઈ દસ્તાવેજો બતાવવાની જરૂર રહેશે નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular