જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 63 બેઠક માટે કુલ 206 ઉમેદવારો મેદાને પડયા છે. કુલ 317 ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં. જેમાંથી 106 ફોર્મ રદ્ થયા હતા. જ્યારે ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. વોર્ડ નંબર 14માં ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. આમ, કુલ 63 બેઠક માટે આગામી તા. 26 એપ્રિલના મતદાન હાથ ધરાશે. કોંગ્રેસ આ વખતે 62 બેઠક પર જ ચૂંટણી લડી શકશે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો મહાસંગ્રામ ચાલી રહ્યો છે. તા. 26 એપ્રિલના મતદાન યોજાશે. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠક માટે કુલ 317 ઉમેદવારીપત્રો ભરાયા હતાં. જેમાં ફોર્મ ચકાસણી બાદ 106 ઉમેદવારીપત્રો રદ્ થયા હતાં. જેથી કુલ 211 ઉમેદવારો માન્ય રહ્યાં હતાં. જેમાં ભાજપાના 64, કોંગ્રેસના 62, બસપાના 15, સપાના 05, ‘આપ’ના 50, એઆઇએમઆઇએમના 04 અને અપક્ષના 13 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યાં હતાં. ત્યારબાદ બે દિવસ ફોર્મ પરત ખેંચવા માટેનો સમયગાળો હતો. જેમાં ગઇકાલે બુધવારે ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ સુધીમાં વોર્ડ નંબર 01માં આમઆદમી પાર્ટીના એક ઉમેદવાર, વોર્ડ નંબર 12માં બે અપક્ષ ઉમેદવાર, વોર્ડ નંબર 13માં એક અપક્ષ ઉમેદવાર સહિત ચાર ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતાં. આમ, કુલ 213 ઉમેદવારો પૈકી 206 ઉમેદવારો મેદાનમાં રહ્યાં હતાં. તેમજ એક ઉમેદવાર બિનહરીફ જાહેર થયાં છે.
જામનગરમાં માન્ય ઉમેદવારોમાં વોર્ડવાઇઝ સંખ્યા જોઇએ તો વોર્ડ નંબર એકમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, બસપાના ત્રણ, સપાના ચાર, ‘આપ’ના ત્રણ, અપક્ષના ત્રણ અને એઆઇએમઆઇએમના એક સહિત 23 ઉમેદવારો મેદાને રહ્યાં છે. વોર્ડ નંબર બેમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર સહિત આઠ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર ત્રણમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, આપના એક સહિત નવ ઉમેદવારો મેદાને રહ્યાં છે. વોર્ડ નંબર ચારમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, બસપાના બે, આપના બે સહિત 12 ઉમેદવારો મેદાને રહ્યાં છે. વોર્ડ નંબર પાંચમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ત્રણ, આપના ચાર સહિત 11 ઉમેદવારો મેદાને રહ્યાં છે. વોર્ડ નંબર છમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, બસપાના ચાર, સપાના એક, આપના ચાર, અપક્ષના બે સહિત 19 ઉમેદવારો મેદાને રહ્યાં છે. વોર્ડ નંબર સાતમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, આપના ચાર સહિત 12 ઉમેદવારો મેદાને રહ્યાં છે. વોર્ડ નંબર આઠમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, આપના ચાર સહિત 12 ઉમેદવારો મેદાને રહ્યાં છે. વોર્ડ નંબર નવમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, આપના ચાર, અપક્ષના બે સહિત 14 ઉમેદવારો મેદાને રહ્યાં છે. વોર્ડ નંબર દસમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, આપના બે, એઆઇએમઆઇએમના એક સહિત 11 ઉમેદવારો મેદાને રહ્યાં છે. વોર્ડ નંબર અગિયારમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, આપના બે, એઆઇએમઆઇએમના એક સહિત 11 ઉમેદવારો મેદાને રહ્યાં છે. વોર્ડ નંબર બારમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, આપના ચાર સહિત 12 ઉમેદવારો મેદાને રહ્યાં છે. વોર્ડ નંબર તેરમાં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, બસપાના એક, આપના ચાર સહિત 13 ઉમેદવારો મેદાને રહ્યાં છે. વોર્ડ નંબર 14માં ભાજપાના ત્રણ, કોંગ્રેસના ત્રણ, આપના ત્રણ, અપક્ષના એક સહિત 10 ઉમેદવારો મેદાને રહ્યાં છે. વોર્ડ નંબર 15માં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, બસપાના બે, આપના ચાર, અપક્ષના બે અને એઆઇએમઆઇએમના એક સહિત 17 ઉમેદવારો મેદાને રહ્યાં છે. વોર્ડ નંબર 16માં ભાજપાના ચાર, કોંગ્રેસના ચાર, બસપાના ત્રણ, આપના ચાર સહિત 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે.
આમ, કુલ 317 ફોર્મ ભરાયા હતાં. જેમાંથી કુલ 211 ફોર્મ માન્ય રહ્યાં છે. જેમાં ભાજપના 63, કોંગ્રેસના 62, બસપાના 15, સપાના 05, આમઆદમી પાર્ટીના 49, એઆઇએમઆઇએમના 04 અને અપક્ષના 10 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને રહ્યાં છે.


