Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરસ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પોષણ માસની ઉજવણી

સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પોષણ માસની ઉજવણી

શરીર અને મનની શ્રેષ્ઠ વૃદ્ધિ માટે પરંપરાગત આહાર આવશ્યક: પ્રો.ડો. અનુપ ઠાકર

- Advertisement -

કેન્દ્ર સરકારના આદેશ અનુસાર સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હોય તે મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ પોષણ માસ 2022 ની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીના માર્ગદર્શન મુજબ જામનગરની આયુર્વેદ હોસ્પિટલને સાથે રાખીને પોષણ માસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આયુર્વેદના ડોક્ટરોની ટીમ દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રો અને શાળા કક્ષાએ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાઇ રહ્યા છે.

- Advertisement -

પોષણ માસની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદની શિક્ષણ અને સંશોધન સંસ્થા (ITRA) દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ જામનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પ્રોફેસર ડોક્ટર અનુપ ઠાકરે ધોરણ 8- 9 અને 10 ના વિદ્યાર્થીઓને વ્યાખ્યાનમાળામાં વૃક્ષારોપણના મહત્વ વિશે પ્રકાશ પાડ્યો હતો, અને તમામ વિદ્યાર્થીઓને વાવેલા છોડને ભવિષ્યમાં મોટું વૃક્ષ બને તેના માટે જાળવણી કરવાની વાત વર્ણવી હતી અહીંના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીની ‘વૃક્ષ મિત્ર’ તરીકે નિયુક્ત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ નિયમિત વૃક્ષને પાણી આપશે.

- Advertisement -

ઉપરાંત પ્રો. ડો.અનુપ ઠાકરે વિદ્યાર્થીઓને શરીર અને મનની શ્રેષ્ઠ વૃદ્ધિ માટે પરંપરાગત અને પોષણયુક્ત આહારનું પણ મહત્વ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ રોજિંદા આહારમાં જંક ફૂડ નહીં લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. એરપોર્ટના ડાયરેક્ટર સચિન ખેંગાર એ વિદ્યાર્થીઓને ગ્લોબલ વોર્મિંગની પ્રતિકૂળ અસરો વિશે માહિતી આપી હતી. આધુનિક સમયમાં ગ્લોબલ વોર્મિંગ ને અટકાવવા માટે એકમાત્ર રસ્તો વૃક્ષો વાવવાનો રહ્યો છે, તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે લીમડો, અરડુસી ,અશોક ,તુલસી, એલોવેરા સહિત કુલ 52 રોપાઓ વાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં (ITRA)ડાયરેક્ટર પ્રો. ડો. અનુપ ઠાકર ,જામનગર એરપોર્ટ ઓથોરિટી ના ડાયરેક્ટર સચિન ખેંગાર ,કેમ્પસ ડાયરેક્ટર રાજુ ઉનાગર, સ્વામિનારાયણ ગુરુકુળના કોઠારી સ્વામી, ચૈતન્ય સ્વામી, ડો.વી.કે.કોરી, ડો.અપેક્ષા વ્યાસ, ડો. સાગર ભીંડે ,ડો. સુદેશ ડો. નિકિતા પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular