Tuesday, February 18, 2025
Homeરાજ્યગુજરાતCCTV : હવામાં ફંગોળાયા બાદ કાર પલ્ટી મારી, બોલીવુડની એક્શન ફિલ્મ જેવા...

CCTV : હવામાં ફંગોળાયા બાદ કાર પલ્ટી મારી, બોલીવુડની એક્શન ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા

- Advertisement -

સુરતના કોસંબા નજીક એક ઇકોકાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર પલટી મારી જતા અકસ્માત સર્નાજ્યો હતો. આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. જેમાં કારસવાર લોકોને અને બાઈક ચાલકને ઈજાઓ પહોચી હતી.

- Advertisement -

કોસંબા નજીક નેશનલ હાઇવે નંબર 8 પર અકસ્માત સર્જાયો હતો. જેમાંબાઈક સ્લીપ થઈ ગઈ હતી અને સ્લીપ થયેલી બાઈક સામેથી આવતી ઇકો કાર સાથે અથડાઈ હતી. બાઇક અથડાયા બાદ ઇકો કાર કેટલાક મીટર સુધી તો બે ટાયર હવામાં અને બે ટાયર પર રસ્તા પર રહી ચાલી હતી અને રસ્તાની બાજુમાં ઇકો કાર પલટી ગઈ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઇકચાલક સ્લીપ થાય છે. અને સામેથી આવી રહેલ કાર બાઈક પરથી પસાર થાય છે અને હવામાં ફંગોળાતા બાઈક ચાલકનો બચાવ થાય છે. બોલીવુડની કોઇ ફિલ્મનો સીન ચાલતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular