જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપર આવેલા પ્રણામીનગરમાંથી નદીના કાંઠેથી બોથડ પદાર્થના ઘા ઝિંકી હત્યા નિપજાવેલો યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
હત્યાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ પર આવેલા પ્રણામીનગર વિસ્તારના નદીના કાંઠેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર અને લોકો સ્થળ પર દોડી આવ્યા હતાં. જ્યાં બનાવ અંગેની જાણ કરાતા પોલીસ કાફલો પણ સ્થળ ઉપર પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પરથી યુવાનનો મૃતદેહ કબ્જે કરી પ્રાથમિક તપાસ હાથ ધરતાં મૃતકના માથામાં કોઇ તિક્ષ્ણ હથિયાર કે બોથડ પદાર્થના ઇજાના નિશાન મળી આવ્યા હતા. તેમજ સ્થળ પરથી મૃતકનું જીજે11 બીએફ 6143 નંબરનું એક્ટિવા મળી આવતા કબ્જે કર્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી હત્યા કયા કારણોસર કરવામાં આવી? અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તથા હત્યારાઓની શોધખોળ કરવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
View this post on Instagram


