Sunday, July 13, 2025
Homeરાજ્યજામનગરકેન્દ્રની મોદીસરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતાં જામનગરમાં ભાજપા દ્વારા પત્રકાર પરિષદ -...

કેન્દ્રની મોદીસરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતાં જામનગરમાં ભાજપા દ્વારા પત્રકાર પરિષદ – VIDEO

સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા ઉપસ્થિત રહી 11 વર્ષની સિદ્ધિઓ વર્ણવી

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 11 વર્ષ પૂર્ણ થયા છે. સંકલ્પ સિધ્ધિ વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન, ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થતાં જામનગર ખાતે ભારતીય જનતાપાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં કેન્દ્ર સરકારની અગિયાર વર્ષની સિઘ્ધિઓ વર્ણવી હતી. આ તકે ભાજપાના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા, હાલારના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો મેઘજીભાઇ ચાવડા, દિવ્યેશભાઇ અકબરી, રીવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, દ્વારકા ભાજપ પ્રમુખ મયૂરભાઇ ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

આ તકે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ, સુશાસનથી દરેક વર્ગ તબક્કા ને સાથે લઈ આગળ વધી રહી છે, આપણે સાક્ષી છીએ. 11 વર્ષમાં, ભૂતકાળમાં સીધું કેન્દ્ર સાથે જોડતા નથી બન્યું. જન જન સુધી સીધા સંપર્ક માં નમો જોડાયા. સ્વછતા અભિયાન. શૌચાલય જેવી મૂળભૂત જરૂરિયાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. ખરા અર્થમાં મૂળભૂત જરૂરિયાતો ઉપર ધ્યાન આપવામાં આવ્યું. 140 કરોડ લોકો સાથે એક એક ડગલું ભરી રહ્યા છે, સૌને સાથે રાખી નમો ચાલી રહ્યા છે.

- Advertisement -

જનધન ખાતાનો અભિગમ ભારતીય ઇતિહાસમાં પારદર્શિતાની દિશામાં નવો ચીલો ચાલુ કર્યો, જે દેશના મજબૂત અર્થતંત્રની દિશામાં માઈલસ્ટોન બન્યો. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પણ શક્ય બન્યું. એક એક રૂપિયો લોકો સુધી પહોંચતો કર્યો. કેન્દ્ર સરકાર એક રૂપિયો મોકલે, અને એ પૂરેપૂરા રૂપિયા લાભાર્થી સુધી પહોંચતો કર્યો. મહિલા સ્વાસ્થ્ય અંતર્ગત લાકડાંના ચૂલાથી ધૂમાડાયુક્ત રસોઈ નુકસાન કરી રહી હતી. તેઓને ગેસ સિલિન્ડરની નીતિ અમલમાં મૂકી. સામાન્ય વ્યક્તિની સામાન્ય સમસ્યા, દરેક નાની નાની સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી, સંપૂર્ણ કામગીરી કરી.
મહિલા સશક્તિકરણ મુદ્દે અનેક કામ થઈ રહ્યા છે. મહિલાઓની સમાન ભાગીદારી, બેટી બચાઓ, બેટી પઢાઓના સંકલ્પ કર્યો. મહિલાઓ પણ આજે કમાણી કરતા થયા છે. મહિલાઓની 50% ભાગીદારી અમલી બનાવી. આરોગ્ય બાબતે કેન્દ્ર સરકાર દ્વારા 5 લાખ, રાજ્યસરકારના 5 લાખનો હેલ્થ કાર્ડનો લાભની નીતિ અમલી કરી. એક સમયે વૈભવ ગણાતી કિંમતી સારવાર આજે દેશના દરેક નાગરિક માટે શક્ય બની છે. જનઔષધી કેન્દ્ર દ્વારા ખૂબ મોંઘી દવાઓ ખૂબ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવાઈ રહી છે.

નાના કામોથી મોટા કામો સુધીનો સંકલ્પ નરેન્દ્ર મોદીએ કર્યો છે. નલ સે જલ, દરેકના ઘરમાં પાણી. એક સમય હતો મહિલાઓ કિલોમીટર સુધી પાણી માટે જતા, આજે દરેક ઘરમાં પીવાની પાણી પહોંચાડે છે. દૂર દૂરના વિસ્તારોમાં પાણી પહોંચાડવા સખત રીતે કામગીરી હાલ ચાલી રહી છે. કિસાન સન્માન નિધિ અંતર્ગત 2000ના ત્રણ ભાગ માં 6000 ની સહાય પ્રદાન કરી છે. સરળ ક્રોપ લોન ઉપલબ્ધિ સુવિધા અમલી મૂકી છે. કિસાનો, ધરતી પુત્રોને સમ્માન પ્રદાન કર્યું છે.
2014ની વાત કરીએ તો માળખાકીય સુવિધાની વાત કરીએ તો એટલી ઝડપી રીતે આટલી સુવિધાઓ ઉપલબ્ધ થઈ જશે એ કલ્પના ન હતી. જામનગર નજીક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, એઈમ્સ વગેરે સ્થાપિત થયા છે. નેશનલ હાઈવેની કનેક્ટિવિટી, જામનગર-અમૃતસર કનેક્ટિવિટી સ્થાપિત થઈ છે. જે અઘરું હતું, પણ શક્ય બનાવ્યું. રેલવેની વાત કરીએ તો હવે સમસ્યા શોધવી પડે છે. આ સ્તરનું માળખું ઊભું થયું છે. 2014 સુધી મીટરમાં વિકાસ કાર્ય આગળ વધતું, આજે એ કિલોમીટરોમાં થાય રહ્યું છે. જામનગર સુધી ડબલ લાઇન થઈ ચૂકી છે. દૂરંતો, વંદે ભારત ટ્રેનનો લાભ મળ્યો. સૌરાષ્ટ્રની પ્રથમ વંદે ભારત ટ્રેન જામનગરથી મળી છે. જામનગરથી દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે કનેક્ટિવિટી વધી છે. પેસેન્જરોનો પ્રતિસાદ સાંપડયે વધુ ફ્લાઇટો પણ ઉપલબ્ધ બનાવશે.

- Advertisement -

સકારાત્મક અને હકારાત્મક અભિગમ સાથે જનહિતનું કાર્ય થઈ રહ્યું છે. આંતરાષ્ટ્રીયસ્તરે વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓ નાગરિકો ફસાયા હોય, કોવિડ હોય આ સ્થિતિમાં તેઓને વિશ્ર્વના ખૂણે ક્યાંક પણ હોય સુરક્ષા પ્રદાન કરી હતી. કોવિડ સમયે વિશ્ર્વ જોતું હતું ભારત કેમ સામનો કરશે? ઘણા દેશો કોવિડની વેક્સિન ભારતને પહોંચાડવા સપના સેવ્યા હતા, પણ ન.મો.ના પ્રોત્સાહનથી ભારતે પોતે કોરોના વેક્સિન બનાવી. કોવિડ સમયે સ્વાવલંબન છીએ તે પ્રસ્થાપિત કર્યું. ભારત યુ.એન.માં ત્રાસવાદ વિશે ફરિયાદો કરતું. પણ પ્રથમવાર હુમલો કરી બતાવ્યું કે ભારત સહન નહીં કરે તે પ્રસ્થાપિત કર્યું. જામનગરની સુરક્ષાની દ્રષ્ટિએ પણ મજબૂત કરવામાં આવ્યું છે. પાસપોર્ટ સેવા કેન્દ્ર આજે આપણી નજીક ઉપલબ્ધ બન્યા છે. મહિલાના નામે મિલકતો થાય તેવી નીતિ અમલી મૂકી.

જામનગર સંસદીય ક્ષેત્રને એક દુર્લભ પુલ, સુદર્શન સેતુ ઉપલબ્ધ બન્યો. દ્વારકા આસ્થાનું કેન્દ્ર હોય, સુદર્શન સેતુ સહેલાણી માટે મહત્વનું બન્યું છે. જામનગરથી સહુથી મોટું ઓઈલ, બ્રાસનું કેન્દ્ર બન્યુ. નિકાસની દ્રષ્ટિએ જામનગર સંસદીય ક્ષેત્ર અગ્રેસર બન્યું છે. કોવીડ સમયે ઉદ્યોગકારોને તકલીફ પડી તેના માટે વિશેષ સહાય પ્રદાન કરવામાં આવી. જામનગર સંસદીય ક્ષેત્ર માટે કેન્દ્ર સરકાર સુધી જરૂરી તમામ રજુઆત મજબૂતિથી મૂકવામાં આવી છે, સરકાર દ્વારા ત્વરિત કામગીરી કરાઈ છે.

સરકાર દ્વારા વ્યાજમુક્ત કે નજીવા વ્યાજ સાથે સરકાર ખુદ ગેરંટર બની નાગરિકોને લોનની સહાય પ્રદાન કરાય રહી છે. ભારતમાં આંતરરાષ્ટીયસ્તરે રમકડા, દવા આયાત કરતું, આ વસ્તુનું દેશમાં જ ઉત્પાદન થવા લાગ્યું છે. દેશ સ્વાવલંબી બન્યો છે. જામનગર સંસદીય ક્ષેત્ર માટે અપીલ સ્થાનિક સ્વદેશી ઉત્પાદનને વધુ પ્રાધાન્ય આપીએ. જામનગરની બાંધણીને જીઆઈ ટેગ, એક વિશેષ ઓળખ ન.મો. દ્વારા અપાઈ છે. ખેડૂતો માટે, વિદ્યાર્થીઓ, મહિલાઓ માટે અનેક સહાય પેકેજ મુકવાના આવેલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીની કેન્દ્રની સરકાર દ્વારા 11 વર્ષમાં એટલા કામો થયા છે, જે એક પ્રેસ વાર્તામાં સાંકડી લેવો કદાચ મુશ્કેલ છે.

પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયાએ આ તકે જણાવ્યું હતું કે, ઘરને વિકસિત કરવું છે તો તેનું આયોજન કરવું જરૂરી હોય છે. દેશને જ્યાં લઈ જવો છે તેનું યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીનું વિઝન હંમેશા લાંબું હોય છે.
તેઓએ દેશનું બજેટ વધારવા પ્રયાસ કર્યો, તેના માટે આવકનો સ્ત્રોત વધારવો જરૂરી હતો. જીએસટી દ્વારા દેશની આવક વધારી. જેથી દેશમાં વિકાસ માટે બજેટમાં અનેકગણો વધારો થઈ શક્યો.

કાશ્મીર ભારતથી વિખૂટું હતું. 370ની કલમ કાશ્મીરને ભારતનું હોવા છતાં ન હોવા બરોબર પ્રસ્થાપિત કરતી હતી. જે 370ની કલમ નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે હટાવી ઈતિહાસ રચ્યો. જવાહરલાલ નેહરુ અન્ય દેશમાં એક જ એઇમ્સ હતી. આજે રાજકોટમાં એઇમ્સની સુવિધા ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના દરવાજા બંધ કરવા મંજૂરી ન હતી. સૌરાષ્ટ્ર-કચ્છ સુધી લાભ મળે તે માટે ન.મો.એ શપથ લેતા 17મા દિવસે નર્મદાના દરવાજા બંધ કરવા મંજૂરી આપી. મોદી છે તો શક્ય છે. સુદર્શન સેતુનું અશક્ય કામ તેઓએ પૂર્ણ કર્યું.

ગુજરાતમાં રાત્રે ભોજન સમયે લાઈટ ન મળતી. જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ન.મો.એ ગુજરાતમાં વીજળી સપ્લાયની સમસ્યા દૂર કરી. ઘરના વડીલ બીમાર પડે ત્યારે નાણાંકીય સમસ્યા રહેતી. આજે દરેકના ખિસ્સામાં હેલ્થ કાર્ડ છે. રૂપિયા પાંચ લાખ સુધીની અદ્યતન સારવાર તદ્દન નિ:શૂલ્ક ઉપલબ્ધ બનાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular