ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દરેડ, જામનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ દીપપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન સાંસદ પૂનમબેન માડમે ખાસ સંદેશો પણ મોકલાવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ખાસ પ્રજાહિતના કર્યો થકી લોકોના હિતમાં મોદી સરકારની વાત કરતા મેયર અને ધારાસભ્યએ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાની કામગીરીને પણ બિરદાવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન સ્લાઈડ શો દ્વારા ફૂડ કોર્પોરેશનની માહિતી અંગે પણ માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમને સફળ બનાવવા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા રાજકોટ ઓફિસ તરફથી ડિવિઝનલ મેનેજર પ્રવિણ રાઘવન તેમજ દરેડ ગોદામ જામનગર તરફથી મેનેજર રાજેન્દ્ર પાનેરી અને અન્ય સ્ટાફ દ્વારા ખાસ જહેમત ઉઠાવી હતી.