Saturday, May 21, 2022
Homeખબર સ્પેશીયલઅપકમિંગ મુવી “સેક્ટર બાલાકોટ”ના ડીરેક્ટર “ખબર ગુજરાત”ની મુલાકાતે

અપકમિંગ મુવી “સેક્ટર બાલાકોટ”ના ડીરેક્ટર “ખબર ગુજરાત”ની મુલાકાતે

- Advertisement -

બોલીવુડ દ્વારા આતંકવાદ પર અનેક ફિલ્મ બનાવવામાં આવી છે. દરેક ભારતીયને આતંકવાદની વાત કરીયે એટલે સૌ પ્રથમ પાકિસ્તાન અને ભારતની વર્ષો જૂની દુશ્મની યાદ આવે છે. 2019 ફેબ્રુઆરીમાં ભારત દ્વારા બાલાકોટ ખાતે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી જેમાં આશરે 300 જેટલા આતંકીઓ માર્યા ગયા હતા. બોલીવુડમાં આતંકવાદ પર બનતી ફિલ્મ હંમેશા મારધાડ, અસંખ્ય ગોળીબાર સાથે લોહીલુહાણ પર બની તમે સૌ એ જોઈ હશે. કારગિલ, બોર્ડર, હોલીડે અને ઉરી જેવી હિટ ફિલ્મમાં આતંકવાદના અનેક સ્વરૂપ બતાવ્યા છે. પરંતુ આ આતંકવાદના અર્થતંત્રના અનેક મુદ્દાઓ પર બોલીવુડ દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો નથી.

- Advertisement -

હિતેશ ખ્રિસ્તીની સેકટર બાલાકોટ આતંકવાદના અર્થતંત્રના અનેક મુદ્દાઓને પ્રકાશિત કરતી હટકે ફિલ્મ ડિસેમ્બર 2021માં રિલીઝ થવા જઈ રહી છે. જેમાં વિપુલ ગુપ્તા, અસ્મિત પટેલ, જિનલ પંડ્યા અને પુનિત ઇસાર લીડ ભૂમિકામાં છે. આ ફિલ્મમાં આતંકવાદ કઇ રીતે, કયા કારણોસર અને કોના દ્વારા ફેલાવવામાં આવે છે તે જાણવા મળશે. આ ફિલ્મ દ્વારા તમને જાણીને આશ્ચર્ય થશે કે આતંકવાદ ફક્ત જાહેર જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટ અને ગોળીબાર કરવાથી નથી ફેલાતો પરંતુ દેશની ઇકોનોમીને નાશ કરી દેશના યુવાધનનું બ્રેઇન વોશ કરી ફેલાવવામાં આવે છે.

- Advertisement -

હિતેશ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સોશ્યિલ વર્ક ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી છે. તેઓ રિઈન્સ્યોરન્સ, ઈન્સ્યોરન્સ તેમજ હ્યુમન રિસોર્સના બિઝનેસ સાથે સંકળાયેલા છે. 60 દેશમાં પરીભ્રમણ કરેલા હિતેશ ખ્રિસ્તીનો બિઝનેસ મલેશિયા, પપુઆ ન્યૂગીની તેમજ ભારતમાં હાલમાં કાર્યરત છે. સીઈઓ ઇન્શાઈટ્સ મેગઝીન દ્વારા તાજેતરમાં જ તેમને મલેશિયા ખાતે ભારતના ટોપ 10 બિઝનેસ લીડર્સમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. 60 દેશમાં પરિભ્રમણ કરી અને 6 દેશમાં રહેલા હિતેશ ખ્રિસ્તીએ તેમના અનુભવોને સાથે રાખી, સમાજ સેવા અને દેશભક્તિ પ્રત્યે તેમના ફરજને ઉજાગર કરવા માટે હિતેશ દ્વારા સેક્ટર બાલાકોટ ફિલ્મ બનાવી અને સમાજના લોકોને અને યુવાઓને મેસેજ આપવાનું બીડું ઝડપ્યું. કોરોના મહામારીમાં લોખો લોકોએ તેમનો જીવ ગુમાવ્યો અને સાથે સાથે બેરોજગારી અને ધંધો ઠપ્પ થવાની મુશ્કેલીથી લોકોને વેઠવી પડી હતી. વડોદરા રહેવાસી અને એનઆરઆઇ બિઝનેસમેન હિતેશ ખ્રિસ્તી આતંકવાદ પર સેક્ટર બાલાકોટ ફિલ્મ બનાવી કોરોનાના કારણે થયેલા લોકડાઉનમાં બેરોજગાર બનેલા 150 લોકોને રોજગાર આપી તેમને આત્મનિર્ભર બનાવવાનું બિડુ ઝડપી સોશિયલ વર્ક પ્રત્યે એક અનેરુ યોગદાન આપ્યું છે.

હિતેશ ખ્રિસ્તીએ તેમની પહેલી ફિલ્મ બનાવવા વિશે જણાવ્યું હતું કે, આ ફિલ્મ બનાવવા પાછળ અનેક કારણો છે. માર્ચ 2020માં હું મલેશિયાથી ભારત આવ્યો હતો. 3 થી 4 દિવસ મારા બિઝનેસનું કામ પૂરૂં કરીને મલેશિયા પરત ફરવાનો હતો. કોરોનાના કારણે લોકડાઉન લાગ્યુ અને ભારતમાં જ રહેવાનું થયું. રીઈન્સ્યોરન્સ, ઈન્સ્યોરન્સ તેમજ હ્યુમન રિસોર્સના બિઝનેસ સહીત મને ક્રિયેટિવિટી અને ફિલ્મ મેકિંગમાં ઘણો રસ હતો તેથી મેં ક્યુ કેફે મુવીઝ પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી અને દેશભક્તિના વિષય પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. સેક્ટર બાલાકોટ ફિલ્મનું શુટિંગ અમે કોરોનાની બીજી લહેર બાદ શરૂ કર્યુ અને શુટિંગ દરમિયાન સેટ પર આશરે 100 થી 150 લોકોનો સ્ટાફ હતો જેને રોજગાર પ્રાપ્ત થયું. મારો મુખ્ય ઉદેશ્ય લોકોને આ ફિલ્મ દ્વારા એક સારો અને સકારાત્મક મેસેજ પહોંચાડવાનો છે. આ ઉપરાંત બોલિવુડની મોટાભાગની ફિલ્મનું શૂટિંગ મહારાષ્ટ્ર, ગોવા જેવા અનેક રાજ્યોમાં થાય છે પરંતુ આ ફિલ્મનું 80 ટકા શુટિંગ ગુજરાતમાં જ થયુ છે માટે તમને ગુજરાતના ખુબજ સુંદર લોકેશન આ ફિલ્મમાં જોવા મળશે. વધુમાં હિતેશે ઉમેર્યુ હતું કે, માનવ ઇતિહાસમાં અત્યાર સુધી 100 કરોડ લોકો યુધ્ધમાં જાન ગુમાવી ચુક્યા છે જે અત્યાર સુધી કોરોના જેવી અને ભૂતકાળમાં આવેલી મહામારીમા પણ મર્યા નથી. અને છેલ્લા 3500 વર્ષમાં ફક્ત 250 વર્ષ એવા હતા જ્યાં કોઈ યુદ્ધ ચાલી રહ્યું ન હતું. યુદ્ધ અને આતંકવાદ એક ધંધો બની ગયું છે જે વિશ્વમાં હિંસા ફેલાવે છે. આ હિંસાથી મનુષ્ય કઈ રીતે બચે તેનો એક મેસેજ લોકોને આ ફિલ્મ દ્વારા આપવા ઈચ્છું છું. આ ઉપરાંત આ ફિલ્મમાં આતંકવાદ, યુદ્ધ અને આંતકવાદના અર્થતંત્રને લાગતા અનેક તથ્યો બહાર આવે છે. અત્યાર સુધીમાં જોવા જઇએ તો દુનિયામાં વિકાસ અને તેને લગતા કામો માટે 13 ટ્રિલિયન ડોલર જેટલો ખર્ચો કરવામાં આવે છે પંરતુ યુદ્ધ અને તેમા વપરાતા સર સાધનો માટે 17 ટ્રિલિયન ડોલર જેટલો ખર્ચો થાય છે. આ પ્રકારના અચંબિત કરે દે તેવા તથ્યો હિતેશ ખ્રિસ્તીની સેક્ટર બાલાકોટ ફિલ્મમાં જાણવા મળશે. સેક્ટર બાલાકોટ એક પાકિસ્તાની આતંકવાદીના ઇન્ટરોગેશનની ફિલ્મ છે જેમાં આતંકવાદીનાં ઇન્ટરોગેશન દરમ્યાન અનેક તથ્યો બહાર આવે છે. આતંકવાદનું મૂળ ક્યાંથી અને કઈ રીતે ઉપજે છે તે આ ફિલ્મમાં દર્શકોને જાણવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ વડોદરાના લક્ષ્મી સ્ટુડિયો, પાવાગઢ તેમજ તેની આસપાસના જંગલ, દેવગઢ બારીયા, ડાંગનું જંગલ તેમજ ડેલહાઉસી અને મુંબઈ ખાતે કરાયું હતું. 1 કલાક 50 મિનિટની આ ફિલ્મ ડિસેમ્બરમાં રૂપેરી પડદા પર રિલીઝ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular