Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બ્રાસ સ્ક્રેપ ઉદ્યોગ માટેના કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા સુધારો

જામનગરના બ્રાસ સ્ક્રેપ ઉદ્યોગ માટેના કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા સુધારો

સાંસદ પુનમબેનની અસરકારક રજૂઆતને સફળતા : બ્રાસ ઉદ્યોગકારોમાં આનંદની લાગણી

- Advertisement -

હાલમાં અમલમાં રહેલા વન અને પર્યાવરણ કાયદા મુજબ મેટલ સ્ક્રેપના ટ્રેડીંગ તથા મેન્યુફેકચરીંગના એકમોને માલની હેરફેર તથા પ્રોસેસ સમયે ઘણી બધી અડચણો આવતી હતી. આ પ્રશ્ર્ને જામનગર ફેકટરી ઓનર્સએસોસીએશન, જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોવલ્ડર્સએસોસીએશન તથા એક્ઝીમ મેટલ મરચન્ટ એસોસીએશન જામનગરે સાથે મળીને જામનગરના સાંસદ પુનમબેન માડમને રજુઆત કરતાં તેઓએ તુરંત જ કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ સાથે જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા તથા એકઝીમ મેટલ મરચન્ટ એસોસીએશન જામનગરના પ્રમુખ ધરમભાઈ જોશી તથા જામનગરના અગ્રગણ્ય ઉદ્યોગકાર જીનેશભાઈ એફ શાહ સાંસદ પુનમબેન માડમની આગેવાની હેઠળ કેન્દ્રય વન અને પયવિરણ મંત્રી ભુપેન્દ્ર યાદવને મળી રજુઆત કરી હતી. આ પ્રશ્ર્નની અગત્યતા સમજીને મંત્રીએ તેમના ઉચ્ચ અધિકારીઓને પણ બેઠકમાં ઉપસ્થિત રાખેલ હતાં. સાંસદએ કરેલ સચોટ તથા અસરકારક રજુઆત અનુસંધાને મંત્રી તથા અન્ય અધિકારીઓએ હાલના કાયદામાં રહેલ ખામીઓને સ્વીકારેલ અને તેને કાયમી ઉકેલ લાવવા માટે પ્રવતમાન કાયદામાં સુધારો કરવા પડે તેમ હોય થોડો સમય લાગશે પણ વ્યાપાર/ઉધોગના હિતમાં શકય તેટલા ઝડપથી સુધારની પ્રક્રિયા પુરી કરશે તેવી ખાતરી આપેલ હતી.

- Advertisement -

જે અનુસંધાને ભારત સરકારએ તા.15/11/ર1ના રોજ નેટીફીકેશન પ્રસિધ્ધ કરેલ છે અને તે મુજબ પ્રવર્તમાન કાયદામાં સુધારો કરીને બેઝલ નોમસ કે જેના પર વિશ્ર્વના લગભગ તમામ દેશોમાં વ્યાપાર થાય છે તે મુજબના સુધારાઓ કરીને આપણા દેશના વ્યાપાર/ઉધોગને સમગ્ર વિશ્ર્વની સમકક્ષ પ્રક્રીયા અનુસરવાની રહેશે જેથી વ્યાપાર/ઉધોગ તથા ઉધોગોમાં રોકાયેલ લોકો સરળતાથી તેમને વ્યાપાર/ઉધોગ ચલાવી શકે. જામનગરના લોકલાડીલા સાંસદ પુનમબેન માડમના ત્વરીત તથા સક્રિય પ્રયાસોથી ફકત બ્રાસસીટી-જામનગરના બ્રાસઉધોગ જ નહી પરંતુ ભારત દેશમાં મેટલ સ્ક્રેપના વ્યવસાય કરી રહેલા તમામ વ્યવસાયકારોના પ્રશ્ર્નો સુખદ ઉકેલ આવેલ હોય તેઓને ઘણી જ રાહત થઈ છે તેવી લાગણી સાથે અભિનંદન વ્યકત કરતે સંદેશ સમગ્ર દેશના મેટલ સ્ક્રેપના વ્યવસાયકારો તથા ઉત્પાદક મળી રહેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular