Thursday, December 9, 2021
Homeધર્મ / રાશિચોપડાની ખરીદી કરવા માટે ગુરૂ પુષ્યામૃતના શુભ મૂહૂર્ત

ચોપડાની ખરીદી કરવા માટે ગુરૂ પુષ્યામૃતના શુભ મૂહૂર્ત

- Advertisement -

તારીખ-ર8/10/2ર021/ ગુરૂવાર આસો વદ-7 પુષ્ય નક્ષત્ર,અમૃત સિદ્ધિ યોગ નું શુભ મૂહર્ત આવે છે. આ દિવસે સવારે 10:41 થી શ્રેષ્ઠ એવો ગુરૂ પુષ્યામૃત યોગ પણ બને છે તેથી ચોપડા ખરીદવા માટે,સુવર્ણ ખરીદવા માટે, લક્ષ્મીજીની મૂર્તિ, શ્રીયંત્ર, પોખરાજ, હરિતદ્રા વગેરે શુભ વસ્તુની ખરીદી કરવા માટે ઉત્તમ મૂહૂર્ત બપોરે 12:11 મિનીટ થી 12:56 અભિજિત મૂહૂર્ત, બપોરે 04:48 થી સાંજે 06:14 મિનીટ સુધી શુભ, સાંજે 06:14 થી સાંજે 07:49 મિનીટ સુધી અમૃત, સાંજે 07:49 થી રાત્રે 09:24 મિનીટ સુધી ચલ છે.

સવારે 10:40 થી સવારે 11:25 મિનીટ સુધી દુર મૂહૂર્ત છે જે અશુભ માનવામાં આવે છે, અને બપોરે 01:58 થી બપોરે 03:23 સુધી રાહુ કાળ, અને બપોરે 03:12 થી 03:57 મિનીટ સુધી પણ દુર મૂહૂર્ત છે માટે આ સમય ના મૂહૂર્ત આપવામાં આવ્યા નથી જેની નોંધ લેવા ધારણશ્ય જયોતિષ કાર્યાલયના જયોતિષી જીગર એચ.પંડયા (ગોલ્ડ મેડાલીસ્ટ)નીયાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular