Sunday, December 5, 2021
Homeરાજ્યજામનગરજામનગરનો ધવલ નંદા ‘કૌન બનેગા કરોડપતિ’માં 12.50 લાખ વિજેતા

જામનગરનો ધવલ નંદા ‘કૌન બનેગા કરોડપતિ’માં 12.50 લાખ વિજેતા

એલ.જી. હરિયા સ્કૂલ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે તેનું સન્માન કરાયું

- Advertisement -

જામનગરના ધવલ અનિલભાઇ નંદા કૌન બનેગા કરોડપતિમાં ઝળક્યા હતાં અને ગઇકાલે પ્રસારીત થયેલા શો માં તેણે 12.50 લાખ રૂપિયા વિજેતા થઇ જામનગરનું ગૌરવ વધાર્યું છે. તેઓ એલ.જી. હરિયા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય, શાળા દ્વારા કૌન બનેગા કરોડપતિમાં ઝળકવા બદલ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

તારીખ 25/10/2021નો શુભ દિવસ એટલે ગુજરાત,જામનગર અને સવિશેષ શ્રી એલ.જી. હિરઆ સ્કૂલ માટ સુવર્ણ ક્ષણોનું સૂર્યમુખી. ટેકનોલોજીની દુનિયા એની ચરમ સીમાએ છે. ત્યારે ટી.વી.નાં માધ્યમથી વિવિધ કાર્યક્રમો દ્વારા કલા સંસ્કૃતિ, જ્ઞાન અને વાક્ચાતુર્યને નવી દિશાઓ સાંપડરહી છે. છોટીકાશી જામનગર એમાંથી બાકાત કેમ રહીશકે? વિશ્વ માં મોટાભાગનાં દેશમાં લોકપ્રિયતા મેળવનારશો એટલે સોની ચેનલ પર આ સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચનનાં નેજા હેઠળ પ્રસાિરત થતો શો કૌન બનેગા કરોડપતિ. વિશ્વપ્રસિધ્ધ થયેલા આ શોમાં જામનગરની નામાંક્તિ એલ. જી.હિરઆ સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી ધવલ અનિલભાઈ નંદાએ અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસીને એલ. જી.હિરઆ સ્કૂલની યશકલગીમાં આ એક નવું પીછું ઉમેર્યું છે. ત્યારે ઓશવાળ એજયુકશેન ટ્રસ્ટ દ્વારા કૌન બનેગા કરોડપતિમાં શો દ્વારા પોતાનું જ્ઞાન કૌશલ્ય સાબિત કરનાર ધવલ નંદા અને તેમના પિરવારનું શાળા દ્વારા સમ્માન કરવામાં આવ્યું હતું. જેમાં ઓશવાળ એજયુકશેન ટ્રસ્ટનાં ટ્રસ્ટી રમણીકભાઈ શાહ, ડો.ભરતેશભાઈ શાહ, કમિટી મેમ્બર  કેતનભાઈ વોરા સવિશેષ ઉપસ્થિત રહયા હતા સાથે શાળાનાં આચાર્ય ધવલ પટ્ટ, સમગ્ર સ્ટાફગણ તથા બહોળી સંખ્યામાં શાળાનાં વિદ્યાર્થીઓ હાજર રહયા હતાં. પધારેલા સૌ મહાનુભાવોનું શાબ્દીક સ્વાગતશાળાનાં આચાર્ય શ્રીધવલ પટ્ટે ર્ક્યુ હતું. ઓશવાળ એજયુકશન ટ્રસ્ટનાં ઉપસ્થિત મોભીઓ દ્વારા ધવલ નંદા તથા તેમનાં પિરવારનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા દ્વારા ધવલ અનિલભાઈ નંદાને સમ્માનપત્ર આપતી વખતે ઓડિટોરીયમ તાળીઓનાં ગડગડાટથી ગુંજી ઉઠયું હતું. ત્યારબાદ ધવલ નંદાએ મહાનાયક અમિતાભ બચ્ચન સાથેનાં કૌન બનેગા કરોડપતિ દ્વારા તેને થયેલા રસપ્રદ અનુભવ વર્ણવ્યા હતા. તેમની ઘરથી માંડીને હોટસીટ સુધી પહોંચવાની સમગ્ર ઘટના વર્ણવતા કહયું હતું કે સતત પ્રયત્નશીલ રહેવાથી સફળતા જરુર પ્રાપ્ત થાય છે. અમિતાભ બચ્ચનનાં પ્રભાવશાળી વ્યક્તિત્વ, એની વાક્પટુતા અને હોટસીટ પર બેસનારનાં મનને જીતી લેવાની કળા પણ તેણે સાદર વર્ણવી હતી.

ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટી રમણીકભાઈ શાહે  ધવલ નંદાની આ તકે પીઠ થાબડતા કહયું હતું કે, એલ. જી.હિરઆ સ્કૂલે કેટલાય અણમોલ કહી શકાય એવા સર્જકો ઘડયા છે, જેમાં શાળાની યશકલગીમાં તમે એક વધુ સુંદર પીછું ઉમેર્યુ છે. ધીરજ અને ખંતથી વિશ્ર્વનાં દરેક કામ સફળ થાય છે. જરૂર છે સખત મહેનતની ત્યારબાદ ટ્રસ્ટી ડો.ભરતેશભાઈ શાહે પણ પોતાના આગવા અંદાજમાં પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને કહયું હતું કે માત્ર મહેનતથી સફળ જરૂરબની શકાય પણ શ્રેષ્ઠ બનવા માટે તો સંઘર્ષ સિવાય કોઈ વિકલ્પ નથી. પોતાની વાતને આગળ વધારતા તેઓએ કહયું હતું કે જીવનમાં થયેલું નાનકડું અપમાન પણ જો સકારાત્મક રીતે જોવામાં આવે તો આગળ જતા તે આશીર્વાદ સાબિત થાય છે. એમની વાતમાં સૂર પુરાવતા મેનેજમેન્ટ કમિટીનાં મેમ્બર કેતનભાઈ વોરાએ પણ શાળાના અન્ય વિદ્યાર્થીઓ કે જેણે પોતાના સંઘર્ષ દ્વારા દેશ વિદેશમાં એલ. જી. હિરઆ શાળાનું નામ રોશન ર્ક્યું એ સૌ વિદ્યાર્થીને આ તકે યાદ ર્ક્યા હતા. એમની સંઘર્ષગાથાને થોડા શબ્દોમાં વર્ણવતા કહયું હતું કે, કઠોર પિરશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ યાદગાર સમ્માન સમારોહનાં ઉદ્ઘોષક્ તરીકે શાળાનાં હોનહાર શિક્ષક રાજ શાહ રહયા હતા આમ આ સમ્માન સમારોહ યોજીને એલ. જી.હિરઆ સ્કૂલે પોતાની પરંપરા જાળવી રાખી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular