Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરવિજ કનેકશનમાં અગાઉના માલિકનું નામ હોવામાત્રથી વિજબિલ ભરવામાંથી છટકી શકાય નહીં

વિજ કનેકશનમાં અગાઉના માલિકનું નામ હોવામાત્રથી વિજબિલ ભરવામાંથી છટકી શકાય નહીં

- Advertisement -

જામનગરમાં ડીએસપી બંગલા સામે આવેલ દડીયા શેઠવાળી બિલ્ડીંગ તરીકે ઓળખાતી જગ્યામાં બંધાયેલ તારીકા કોમ્પલેક્ષ નામના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફલોર પર આવેલ દુકાનમાં મીનાબેન રાકેશભાઇ બંસલ વ્યવસાય ચલાવતાં હતા અને તેમાં વિજ વપરાશ કરતા હતા અને આ પ્રોપર્ટી તેણે ધૈર્ય એન્ટરપ્રાઇઝ પાસેથી રજીસ્ટર્ડ દસ્તાવેજથી 1998માં ખરીદ કરી હતી. પરંતુ તેના વિજ મીટરમાં નામ ચેઇન્જ કરાયેલ ન હતું તેથી વિજબીલ તે નામે પીજીવીસીએલ દ્વારા અપાતું હતું.

ત્યારબાદ આ જગ્યાનું વિજ વપરાશ બીલ ચડત થતાં વિજ કનેકશન કટ કરાયેલ હતું. તેથી મીનાબેન બંસલે આ જગ્યાનું અગાઉનું બીલ ભરવા પોતે જવાબદાર નથી તેમ જણાવી નવેસરથી નવુ વિજ કનેકશન મળવા અરજી કરતાં વિજ કંપનીએ તે નામંજુર કરી હતી અને અગાઉના બાકી રૂા. 84,130નું બીલ ભરપાઇ થયા બાદ જ નવુ કનેકશન ઇસ્યૂ થશે તેવું જણાવતાં મીનાબેન બંસલે પીજીવીસીએલની આવી કાર્યવાહી ગેરકાયદેસર ઠરાવતા આ અગાઉના બીલની વાદી રકમ ભર્યા વગર નવુ વિજ કનેકશન આપે તેવો દાખલ કરતી સિનિયર સિવીલ કોર્ટ દ્વારા તે દાવો રદ કરાયેલ હતો. તે ુકાદો ગેરવાજબી અને ગેરકાયદે હોવાનું જણાવી ડિસ્ટ્રીકટ કોર્ટમાં તેણે આપી દાખલ કરી હતી.

આ અપીલમાં બંનેપક્ષોની દલીલો સાંભળ્યા બાદ જામનગરના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ મુલચંદ ત્યાગીએ આ મુદ્દા પર તમામ કાનૂની પાસાઓ અને હાઇકોર્ટ તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓની છણાવટ કરી મહત્વપૂર્ણ ચુકાદો આપતા ઠરાવ્યું કે, 1998માં આ જગ્યાના માલિક અને કબજેદાર એપેલન્ટ છે તેવું સાબિત થતું હોય અને આ જગ્યાનું ચડત બાકી વિજ બીલ પણ 1998 પછીનું હોય માત્ર અગાઉના માલિકના નામનું બીલ આવતું હોય તેટલા માત્રથી તે બીલ ભરવાની જવાબદારીમાંથી એપેલન્ટે મુક્તિ મળી શકે નહીં તે બાકી બીલ તેણે ભરવું જ પડે તેમ ઠરાવી નીેચેની કોર્ટનો ચુકાદો માન્ય રાખી મીનાબેન બંસલોની અપીલ રદ કરતો મહત્વનો ચુકાદો પીજીવીસીએલની તરફેણમાં જાહેર કર્યો છે.

આ કેસમાં પીજીવીસીએલ તરફે જામનગરના સિનિ. એડવોકેટ અશોકભાઇ નંદા તથા તેના સાથે એસો. એડ. પુનમ પરમાર તથા કલ્પેન રાજાણી રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular