સુરતના લીંબાયત વિસ્તારમાં આજે રોજ જવેલર્સની દુકાનમાં વેપારીની આંખોમાં મરચાની ભૂકી નાખીને લુંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રાહક બનીને આવેલા લુંટારૂએ દુકાનદારને વાતોમાં ફસાવીને મરચાની ભૂકી નાખી હતી. મરચાની ભૂકી આંખમાં જવા છતાં હિંમત પૂર્વક દુકાનદારે લુંટારૂને પકડી લીધો હતો. બન્ને વચ્ચે ઝપાઝપી થતા દુકાનદાર તેની જ્વેલરી મેળવવામાં સફળ થયા હતા પરંતુ લુંટારૂ નાસી છુટ્યો હતો.
આ ઘટના સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે મરચાની ભૂકી નાખી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ લુંટારૂ જ્વેલરી લુંટવામાં નિષ્ફળ જાય છે. સમગ્ર ઘટનાની વેપારીએ પોલીસને જાણ કરી હતી.