ભાણવડ તાલુકાના મોરઝર ગામમાં યુવાન ઉપર ચાર શખ્સોએ પ્રેમસંબંધ બાબતે બોલાચાલી કરી માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ચાર શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, ભાણવડ તાલુકાના મોરઝર ગામે રહેતા જીગરભાઈ ભીખુભાઈ કદાવલા (ઉ.વ.27) નામના યુવાન ગત તા. 12 ના રોજ રાત્રીના આ ગામની ગરબીમાં ગયા હતા ત્યારે આ જ વિસ્તારના રહીશ વિમલ ઉર્ફે ગુગો જેમૈયાભાઈ પરમાર, કમલેશ ઉર્ફ કલો બુધાભાઈ રાઠોડ, હિરેન પરમાર અને કૌશિક બગડા નામના ચાર શખ્સોએ આ વિસ્તારના રહીશ એવા એક આસામીની પુત્રી સાથે પ્રેમસંબંધ રાખવા અંગેનું પૂછતાં ફરિયાદી જીગરભાઈએ ના કહી હતી. જે બાબતે બોલાચાલી કરી, આરોપીઓએ જીગરભાઈને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી.
આ બનાવ અંગે ભાણવડ પોલીસે ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 325, 323, 504, 506(2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કથિત પ્રેમ સંબંધનો આક્ષેપ કરી મોરઝરના યુવાન ઉપર હુમલો
ચાર સામે ફરિયાદ