GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓ એક જ અરજી દ્વારા રાજ્યની વિવિધ યુનિવર્સિટીના એક કરતા વધુ પ્રોગામ્સ – કોલેજોમાં પ્રવેશ માટેની અરજી ઘરે બેઠા કરી શકે છે. અનુસ્નાતક કક્ષાના પ્રવેશ માટે 21.60 ટકા વિદ્યાર્થીઓએ પોર્ટલ મારફતે પ્રવેશ ક્ધફર્મ કરાવ્યો છે.
ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલના માધ્યમથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે એક સાથે અરજી કરી શકાય છે. શૈક્ષણિક વર્ષ 2025-26 ના ધો.12 માં ઉતીર્ણ થયેલા 44.21 લાખ વિદ્યાર્થીઓમાંથી 3.15 લાખ વિદ્યાર્થીઓએ સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે અરજી વેરિફાઈ કરાવી 1.27 લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવ્યા છે. અનુસ્નાતક કક્ષાના પ્રવેશ માટે 21.60 ટકા વિદ્યાર્થીઓએ પોર્ટલ મારફતે પ્રવેશ ક્ધફર્મ કરાવ્યો છે.
પ્રવેશના બીજા તબક્કા માટેનું સંપૂર્ણ ફોર્મ ફિલિંગ 1 જુલાઈ 2025 સુધી કરી શકાશે. પ્રવેશ કાર્યવાહી 8 જુલાઈથી શરૂ થશે. પ્રવેશના પ્રથમ તબકકામાં અરજી કરી હોય તેવા વિદ્યાર્થીઓ અરજીમાં સુધારો પોતાની યુનિવર્સિટી- કોલેજ- પ્રોગ્રામની ચોઇસ બદલવા ઈચ્છતા હોય તા.2 અને 3 જુલાઈ દરમિયાન કરી શકશે.