જામનગર શહેરમાં રહેતી યુવતિ બેડેશ્ર્વરમાં રહેતા શખ્સ સાથે કોઇની જાણ કર્યા વગર ચાલી જતાં પોલીસ દ્વારા યુવતિની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રહેતી શેઝલબેન શૈલેષભાઇ સંચેરીયા (ઉ.વ.22) નામની ડાબાહાથના અંગુઠા પાસે અંગ્રેજીમાં ‘એસ’ લખાવેલ યુવતિ બેડેશ્ર્વર, પાણાખાણ, ગરીબનગરમાં રહેતા સાહિલ કુરેશી નામના શખ્સ સાથે ઘરે કોઇને જાણ કર્યા વગર ચાલી ગઇ હતી. જેથી પરિવારજનો દ્વારા યુવતિની શોધખોળ કરાયા બાદ કોઇ પત્તો ન મળતાં આખરે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પંચેકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટાફે યુવતિની શોધખોળ આરંભી હતી.