Wednesday, November 29, 2023
Homeસ્પોર્ટ્સVideo : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી T20 મેચ, ઈન્ડિયા...

Video : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી T20 મેચ, ઈન્ડિયા પાસે સિરીઝ જીતવાની તક

- Advertisement -

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની આજે બીજી મેચ ગુવાહાટીમાં રમાવા જઈ રહી છે. સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે. આજની મેચ ભારત માટે ઘણી રીતે મહત્ત્વની છે. ટીમ ઈન્ડિયા ભારતની ધરતી પર ક્યારેય સાઉથ આફ્રિકા વિરુદ્ધ T20 સિરીઝ જીતી શકી નથી. બંન્ને ટીમ વચ્ચે 2015માં પ્રથમ વખત T20 સિરીઝનું આયોજન થયું હતું, જેમાં 0-2થી ભારતને હાર મળી હતી.

- Advertisement -

ત્યાર બાદ 2019માં યોજાયેલી T20 સિરીઝમાં ભારતે 1-1ની બરાબરી કરી હતી. 2022માં યોજાયેલી સિરીઝમાં 2-2થી બરાબરી કરી હતી. છેલ્લાં 7 વર્ષમાં બન્ને ટીમો વચ્ચે 3 T20 સિરીઝ રમાઈ છે અને ભારતની ટીમ એકપણ વખત સિરીઝ જીતી શકી નથી. પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને 8 વિકેટથી ભારતે હરાવ્યું. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં માત્ર 106 રનનો સ્કોર બનાવી શકી હતી. બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટરોને મદદરૂપ માનવામાં આવે છે. શરૂઆતમાં બોલરને મદદ મળી શકે છે, પરંતુ થોડી ઓવર સંભાળીને રમ્યા પછી બેટરને મદદ મળે છે. અત્યાર સુધી સ્ટેડિયમમાં માત્ર બે T20 મુકાબલા થયા છે. 2017માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી T20 મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular