નાણાકીય વર્ષ પુરૂ થવાના છ માસમાં આઈટીસી કલેઇમ કરવામાં આવે તો વેપારીને આપવામાં આવતી હતી. પરંતુ હવેથી નાણાકીય વર્ષ પૂરું થયાના છ માસમાં આઇટીસી કલેઇમ કરવામાં નહીં આવે
તો કાયમી ધોરણે આઇટીસી આપવામાં નહીં આવે તેવો પરિપત્ર બહાર પાડી દેવામાં આવ્યો છે. જોકે, આ માટે વખતોવખત ટકોર કરવામાં આવતી હતી, પરંતુ તેનો કડક અમલ કરવામાં આવતો નથી. જયારે ચાલુ નાણાકીય વર્ષથી તેનો કડક અમલ કરવાનું અલ્ટિમેટમ આપી દેવામાં આવતા હવે જીએસટી કડક કાર્યવાહી કરવા તરફ આગળ વધી રહ્યું હોવાનું સિત્ર ઉપસી આવ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષમાં વેપારી આઇટીસી (ઇનપુટ ટેકસ ક્રેડિટ) લેવાનું ભૂલી ગયો હોય તો નાજ્ઞાકીય વર્ષ પૂરૂં થવાના છ મહિનામાં એટલે કે સપ્ટેમ્બર માસના ભરવાના થતા રિટર્નમાં આઈટીસી કલેઇમ કરી શકાતી હોય છે. જેથી ર0 ઓકટોબર સુધીમાં ભરાતા રિટર્નમાં રહી ગયેલી આઇટીસી લઇ શકાતી હોય છે. છેલ્લા ચાર વર્ષથી આ નિયમનોકડક અમલ કરવામાં આવતો નહોતો. જયારે હવેથી આનો કડક અમલ કરવા માટેનો પરિપત્ર જ બહાર પાડી દેવામાં આવ્યો છે.
આ અંગે સીએ નિતેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આ નિયમ જીએસટી લાગુ થયો ત્યારથી અમલમાં હતો. પરંતુ તેનું કડક રીતે પાલન કરવામાં આવતું નહીં હોવાથી વેપારીઓ નાણાકીય વર્ષના છ મહિના બાદ પણ રિટર્નમાં આઇટીસી લઇ શકતા હતા. જયારે હવે કડક અમલ કરવાનો પરિપત્ર બહાર આવતા વેપારીઓને મળવાપાત્ર આઇટીસી હશે તો પણ સમયસર રિટર્ન ભરીને કલેઇમ નહીં કરી હોય તો જતી કરવી પડશે.