Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીક ઓક્સિજનનું ટેન્કર ટ્રકમાં ઘૂસી ગયું VIDEO

જામનગર નજીક ઓક્સિજનનું ટેન્કર ટ્રકમાં ઘૂસી ગયું VIDEO

ગુરૂવારે વહેલીસવારના અકસ્માત : એક વ્યક્તિને ઈજા : 108 દ્વારા જી.જી.માં ખસેડાયો

- Advertisement -

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આજે વહેલીસવારના સમયે ઓકિસજન ભરેલુ ટેન્કર એરપોર્ટ નજીક આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાતા અકસ્માતમાં એક વ્યકિતને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર શહેરથી નજીક આવેલા એરપોર્ટ પાસે ગુરૂવારે વહેલીસવારે સાડા ચાર વાગ્યાના અરસામાં ઓકિસજન ભરેલા ટેન્કરના ચાલકે આગળ જતા ટ્રક સાથે ટેન્કર અથડાતા અકસ્માત થયો હતો. વહેલીસવારે થયેલા અકસ્માતમાં સફીકભાઈ અહમદભાઈ શેખ(ઉ.વ.38) નામના યુવાનને ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular