Monday, October 14, 2024
Homeરાજ્યજામનગરશંકરટેકરીમાં મહિલાને સાસરિયાઓ દ્વારા જીવતી સળગાવી નાખવાનો પ્રયાસ

શંકરટેકરીમાં મહિલાને સાસરિયાઓ દ્વારા જીવતી સળગાવી નાખવાનો પ્રયાસ

પતિ સહિતના સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ : પતિ સામે અગાઉની પત્ની દ્વારા ભરણપોષણના કેસમાં સજાનું વોરંટ પણ નિકળ્યું છે

- Advertisement -

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતી એક મહિલાને તેણીના પતિ, સાસુ, સસરા, અને જેઠએ ગાળો ભાંડી જ્વલનશીલ પ્રવાહી છાંટી જીવતી સળગાવી નાખવાનો પ્રયાસ કર્યા અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે મહિલાની ફરિયાદના આધારે પોલીસ દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી. તેણીના પતિએ આગલા ઘરનું ભરણપોષણ ભરપાઈ કરી ન હોય તેની સામે સજાનું વોરંટ પણ ઈશ્યૂ થયાનું જાહેર થયું છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી નવી નિશાળ સામે રહેતાં શહેનાઝબેન વસીમભાઈ ખફી નામના પરિણીતા સોમવારે તેણીના ઘરે હતા ત્યારે ત્યાં ધસી આવેલા સસરા હાજીભાઇ ઓસમાણભાઈ ખફી, તેમના જેઠ આશિફભાઈ હાજીભાઈ ખફી, પતિ વસીમભાઈ હાજીભાઈ ખફી તથા સાસુ જુબેદાબેન હાજીભાઈ ખફી ઝઘડો કરી ગાળો ભાંડી હતી ત્યારપછી શહેનાઝબેનને જીવતા સળગાવી નાખવાના ઇરાદાથી તેમના પર જ્વલનશીલ પ્રવાહી છાંટવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેનાઝબેને બુમાબુમ કરતા વિસ્તારના રહેવાસીઓ એકઠા થઈ ગયા હતાં. શહેનાઝબેને પોતાનો જીવ બચાવવા માટે દોટ મૂકી હતી. આ અંગે પોલીને જાણ કરવામાં આવતા સિટી સી ડીવીઝન પોલીસ દોડી ગઈ હતી.

મહિલા દ્વારા રાત્રિના સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, શહેનાઝબેન સાથે થોડા સમય પૂર્વે વસીમ હાજીભાઈ ખફીએ બીજા નિકાહ કર્યા હતાં. અગાઉના પત્નીએ ભરણપોષણ મેળવવા માટે અદાલતનો આશરો લીધો હતો. જેમાં મંજૂર થયેલ ભરણપોષણની રકમ વસીમે ચૂકવી ન હતી જેથી તેની સામે સજાનો વોરંટ નિકળ્યું હતું. ત્યારપછી વસીમ તેના ચાર વર્ષના પુત્રને લઇ જતો રહ્યો હતો અને નાસી જવા છતા શહેનાઝબેનને અવાર-નવાર મોબાઇલ ફોન ઉપર ફોન કરી મારી નાખવાની ધમકી આપતો હતો.

- Advertisement -

શહેનાઝબેનને સાસુ જુબેદાબેન દ્વારા પણ અપશબ્દો બોલી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય ત્યારબાદ પતિ, સાસુ, સસરા અને જેઠ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular