Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરએલર્ટ : જામનગરના 1480 ઘરોમાંથી જામ્યુકોને મળ્યા મચ્છરના પોરા

એલર્ટ : જામનગરના 1480 ઘરોમાંથી જામ્યુકોને મળ્યા મચ્છરના પોરા

ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા રાખો અને ડેન્ગ્યુ-મેલેરિયાથી બચો

- Advertisement -

અતિવૃષ્ટિની સ્થિતિબાદ જામનગર શહેરમાં પાણી જન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે ત્યારે જામ્યુકોના આરોગ્ય તંત્ર દ્વારા 20 થી 22 સપ્ટેમ્બર દરમ્યાન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથધરવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન શહેરના 38963 ઘરોમાં 2,24,909 પાત્રોની આરોગ્ય ટૂકડીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. કે જેમાં પાણી ભરાઇ રહેવાની સંભાવનાઓ હોય છે. આ ચકાસણી દરમ્યાન 1480 ઘરમાંથી મચ્છરના પોરા મળી આવ્યા હતાં. જે પૈકી 632 પાત્રોને સ્થળ ઉપર જ ખાલી કરાવી પોરાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પોરાનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

ડેન્ગ્યુ, ચિકનગુન્યા, મેલેરિયા જેવાં રોગચાળાના આ સર્વે દરમ્યાન જામ્યુકોની આરોગ્ય ટૂકડીઓને 230 જેટલાં સામાન્ય તાવના કેસ મળી આવ્યા હતાં. જેમને દવા આપવામાં આવી હતી. શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે જામ્યુકોના આરોગ્ય વિભાગે લોકોને સહકાર આપવા તેમજ દર રવિવારે 10 મિનિટનો સમય કાઢીને ડ્રાય-ડે મનાવવા અપીલ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular